તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:વહેલાલમાં વર્ષોથી રાવણનું પાત્ર ભજવતા કલાકારનું મૃત્યુ, બાથરૂમમાં પટકાતા બ્રેઇન હેમરેજ થવાથી મોત નિપજ્યુ

દસ્ક્રોઈ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હોળીકા ઉત્સવમા વર્ષોથી રાવણનો રોલ ભજવતા હતા

વર્ષોથી વહેલાલમાં હોળીકા ઉત્સવમાં રાવણનું પાત્ર ભજવતા યુવા કલાકાર રામસિંગજી ચંદુભાઈ ઠાકોરનું બાથરૂમમાં પટકાતા બ્રેઇન હેમરેજથી મૃત્યુ થતા પરિવારજનો તેમજ ભવાઈ નિહાળતા ગ્રામજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

દસક્રોઈ તાલુકામાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ગામના ઠાકોર તેમજ રાવળ સમાજ દ્વારા હોળીના સાત દિવસ પૂર્વેથી વાડી વિસ્તાર તેમજ જુના પરા વિસ્તારમાં સમાજના નાનાથી માડી મોટી વયના કલાકારો વેશભૂષા ધ્વારા રામાયણ ભજવે છે.અને ધુળેટીના દિવસે વિસર્જન કરાય છે.ગામના દરેક સમાજના લોકો તે જોવાનું ચુકતા નથી. આ રામાયણની ભવાઈમાં જુનાપરા વિસ્તારમાં વર્ષોથી રાવણનું પાત્ર ભજવતા રામસિંગ ચંદુભાઈ ઠાકોરનું 45 વર્ષની વયે બ્રેઇન હેમરેજથી અચાનક મૃત્યુ થતા ગ્રામજનોમાં તેમજ પરિવારજનોમાં દુઃખની લાગણી પ્રસરી છે. યુવા કલાકાર બે દિવસ પૂર્વે બાથરૂમમાં સ્નાન કરતા પડી ગયા હતા. તેમના મૃત્યુથી ગ્રામજનોમાં શોકનું મોજું ફરી વળી ગયું હતું.

રાવણનું આબેહુબ પાત્ર ભજવતા
રાવણનું આબેહુબ પાત્ર ભજવતા રામસિંગભાઈનો અભિનય જોવા ધુળેટીના દિવસે ગામની ભાગોળે કલાકો સુધી લોકો ધાબાઓ,અગાશીઓ ઉપર ચઢી જતા બે હોળીકા ઉત્સવને બે માસનો સમય બાકી છે ત્યારે રામસિંગભાઈ દુઃખદ અવસાનથી પરિવાર સાથે ભવાઇના મંડળમા પણ ખોટ વર્તાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો