અકસ્માત:બારેજામાં રિક્ષાએ બાઇકને ટક્કર મારતાં યુવાનનું મોત

વહેલાલ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જન્મદિવસે જ બારેજાના યુવકનું મોત જમવાનું પાર્સલ લઈ પરત ફરતો હતો

બારેજા થી બારેજડી રોડ પર બારેજા ચોકી પાસે લોડિંગ રિક્ષાએ બાઇકને ટક્કર મારતા બાઇક ચાલક યુવાનનું જન્મદિવસે જ સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. આ અંગે અસલાલી પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ બારેજા ભોઈ વાસમા રહેતા 23 વર્ષીય યુવાન સુનિલકુમાર જયંતીભાઈ ભોઈ પોતાનો જન્મદિવસ હોવાથી જમવાનું પાર્સલ લેવા ગયો હતો પાર્સલ લઈ બાઇક પર પોતે બાઇક ચલાવી પરત ફરતો હતો તે દરમિયાન બારેજા થી બારેજડી રોડ પર બારેજા ચોકીથી 500 મીટર દૂર ટાટા લોડિંગ ગાડીએ યુવાનની બાઇકને ટક્કર મારતા યુવાન હાથે ફ્રેક્ચર થઈ ગયેલ અને છાતીના ભાગે ગંભીર ઇજાઓ થતા 108 મારફત એલ.જી.હોસ્પિટલ ખાતે દાખલ કરાયેલ સારવાર દરમિયાન યુવાનનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.

આમ આ બનાવમાં યુવાનનું જન્મદિવસે જ મૃત્યુ થતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે લોડિંગ ગાડીના નંબર ના આધારે મૃતક યુવાનના સ્વજનોએ લોડિંગ રીક્ષા ચાલક વિરુદ્ધ અસલાલી પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. આ બનાવથી મૃતકના મિત્રવર્તુળ અને સગાઓમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...