તપાસ:ચોખાના કટ્ટાની આડમાં દારૂ સગેવગે કરી બિનવારસી હાલતમાં ટ્રક મળી આવી

વહેલાલ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાકરોલ પાસેથી ટ્રકમાંથી બોટલ, 100 કટ્ટા,બોકસના ટુકડા મળી આવ્યાં
  • રૂ.73800ના કટ્ટા, 1 હજારની 2 બોટલ અને 10 લાખની ટ્રક ઝબ્બે કરાઈ

બાકરોલ પાર્કિંગમાં પાર્ક કરેલી બિનવારસી ટ્રકમાંથી દારૂની 2 બોટલ તેમજ રૂ.72800ની કિંમતના ચોખા ભરેલી 100 બેગો મળી આવી હતી. કણભા પોલીસને આશંકા છે કે ચોખાની બેગોની આડમાં દારૂનો જથ્થો છુપાવી સગેવગે કરી દેવાયો છે. કણભા પોલીસે ટ્રક નંબરના આધારે તપાસ હાથધરી હતી.

કણભા પોલીસને બાતમી મળી હતી કે રાજસ્થાન પાસિંગ ની એક ટ્રકમાં દારૂ હોવાની શંકા છે. અને પેટ્રોલિંગ દરમિયાન બાકરોલ ખાતે આવેલી ખોડિયાર હોટલના પાર્કિંગમાં આ નંબરની ટ્રક જોવા મળતાં પોલીસે વોચ ગોઠવી ઘણા સમય સુધી કોઈ ડ્રાઇવર કે અન્ય ઇસમ આવે છે કે નહીં. આથી ટ્રક પાસે જઈ તપાસ કરતાં કોઈ ટ્રકમાં જોવા મળેલાં નહીં. આસપાસમાં તપાસ કરવા છતાં અને પાર્કિંગના સિક્યુરિટી ગાર્ડને પણ પૂછવા છતાં કોઈ મળી ન આવતા બિન વારસી ટ્રકની તપાસ કરતા ટ્રક પર લગાવેલી તાડપત્રી હટાવી જોતા, ટ્રકમાં ચોખાના કટ્ટા અસ્તવ્યસ્ત હતા.

કટ્ટા હટાવી જોતા દારૂની 2 બોટલ મળી આવી હતી. તેમજ દારૂના નામ લખેલ ખાખી બોકસના ટુકડા મળી આવ્યાં હતા. તે જોતા કણભા પોલીસનું અનુમાન છે કે ટ્રકમાં વધારે પ્રમાણમાં દારૂની બોટલોનો જથ્થો ભરેલો હશે. તે ડ્રાઇવર કે અન્ય કોઈએ અન્ય કોઈ જગ્યાએ ઉતાર્યો હશે.બિનવારસી ટ્રકમાં પડેલા ચોખાના કટ્ટાની ગણતરી કરતા રોયલ કિંગ રાઈસ 30 કિલોના 50 કટ્ટા, મેલીડા ગોલ્ડ બાસમતી રાઈસ 26 કિલોના 50 કટ્ટા એમ કુલ 100 કટ્ટા, ટ્રક કેબિનમાંથી મળી આવેલી બીલટી મુજબ 100 કટ્ટાની કિંમત 72800 થાય છે.પોલીસે ચોખાના 100 કટ્ટા તેમજ 10 લાખની ટ્રક, દારૂની બોટલ એમ કુલ 1073800 નો મુદામાલ કબજે લઈ ટ્રક નંબર તેમજ બિલટીને આધારે ટ્રક માલિક ડ્રાયવર ને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...