કામગીરી:દસક્રોઈમાં કુલ 147 શ્વાનને હડકવા વિરોધી રસી અપાઈ

વહેલાલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વમાં દર વર્ષ 59 હજાર લોકો હડકવાથી મોત થાય છે

વર્લ્ડ રેબીઝ ડે 2020 માટેની થીમ છે “એન્ડ રેબીઝ .આ થીમ અનુસાર સમગ્ર ગુજરાતમાં પણ આ ઉજવણીના ભાગરૂપે અમદાવાદ જિલ્લા પશુપાલન વિભાગ ધ્વારા જિલ્લામાં અલગ અલગ જગ્યાએ ઉજવણીના ભાગ રૂપે દસક્રોઈ તાલુકાના વહેલાલ પશુ દવાખાના માં વર્લ્ડ રેબિસ ડે ની ઉજવણીના ભાગ રૂપે શેરીમાં રખડતા અને પાલતુ શ્વાન ડોગ ને હડકવા વિરોધી રસી નિઃશુલ્ક મુકવામાં આવી હતી.પાલતુ ડોગના માલિકો પોતાના કૂતરાને લઈ વહેલાલ પશુ દવાખાને આવી રસી મુકાવી ગયા હતા.વહેલાલ પશુ ડોકટર હિરેન પટેલે રસીકરણ કર્યું હતું.સમગ્ર દસક્રોઈ તાલુકામાં 147 શ્વાનને હડકવા વિરોધ રસી અપાઈ.

પાલતું ડોગના માલિકોને આ અભિયાન દ્વારા હડકવાના વિના મુલ્યે રસીકરણ અને જનજાગૃતિ કાર્યક્રમ દ્વારા ‘વેક્સીનેટ ટુ એલીમીનેટ પ્રોગ્રામ’ ના માધ્યમથી પાલતુ શ્વાનને હડકવા મુક્ત કરવાનો સરકારનો અભિગમ છે. જેને અટકાવવાના પ્રયાસ રૂપે સમગ્ર વિશ્વમાં 28 સપ્ટેમ્બરે વર્લ્ડ રેબિસ ડે ની ઉજવણી ડોગ ને રસી મૂકી કરવામાં આવે છે. વહેલાલ પશુ ડો.હિરેન પટેલે આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું કે દર વર્ષે સમગ્ર વિશ્વમાં 59 હજારથી વધુ લોકો હડકવાથી મૃત્યુ પામે છે.હડકવા એ 100 % રોકી શકાય તેવો રોગ છે.વિશ્વ હડકવા દિવસ એ આ જીવલેણ રોગને નિયત્રણ કરવા માટે છે. એક જ દિવસે હડકવા વિરોધી રસી ડોગને અપાય છે. સમગ્ર વર્ષ દરમિયાન આ રસી અપાય જ છે.યુએસડીએ, ડબ્લ્યુએચઓ, ઓ આઈઇ, એફેએફઓ જેવી વૈશ્વિક સંસ્થાઓએ 2030 સુધી કૂતરા દ્વારા ફેલાતા હડકવાથી માનવ મૃત્યુને દૂર કરવા સંકલ્પ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...