આપઘાતનો પ્રયાસ:જૂના વાડજમાં આપઘાતનો પ્રયાસ કરનારને 108ની ટીમે જીવનદાન આપ્યું

વહેલાલ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • CPR અને કૃત્રિમ શ્વાસ આપી દર્દીનું હૃદય ફરી ધબકતું કર્યું
  • અગમ્ય કારણોસર ફાંસો ખાઈ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરનાર પ્રૌઢ પુરુષના ઘેર જઇ CPR અને કૃત્રિમ શ્વાસ આપતા નવજીવન મળ્યું

અમદાવાદ જુના વાડજ વિસ્તારમાં અગમ્ય કારણોસર ગળો ફાંસો ખાઈ જીવન ટુકવવાનો પ્રયાસ કરનાર પ્રૌઢ પુરુષના ઘેર 108 પહોંચી જઇ CPR અને કૃત્રિમ શ્વાસ આપતા નવજીવન મળ્યું છે. આ રીતે આ બનાવમાં આપઘાતનો પ્રયાસ કરનારને પ્રૌઢ પુરુષને તાત્કાલિક સારવાર આપી તેમને બચાવી લેતા અને તેમનું જીવન બચતા પરિવારજનોએ 108નો આભાર વ્યક્ત કર્યો હતો.

આ અંગે દસક્રોઈ કઠવાડા 108 કોલ સેન્ટરના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર 22 જુલાઈ ગુરુવાર રાત્રે 9.30 વાગે 108 કોલ સેન્ટર પર જુના વાડજ રામાપીર વિસ્તારમાંથી ઇમરજન્સી કોલ મળ્યો હતો. કોલ મળતા જ 108ના EMT વિશાલ પડસાલા તેમજ પાયલોટ કિરણ ચૌહાણ 7 મિનિટમાં ઘટના સ્થળે પહોંચી ઘટના અંગેની જાણ લીધી હતી.

ત્યારે 108ની ટીમને દર્દીની તપાસ કરતાં શ્વાસ બંધ હોવાનું માલુમ પડતા CPR અને 10 મિનિટ સુધી કૃત્રિમ શ્વાસ આપતા હ્યદયના ધબકારા ફરી શરૂ થતાં તેમની અગાઉની સારવાર આપી હતી. આ બાબતે તપાસ કરવામાં આવવતા તે અંગે વધુમાં ઓનલાઈન ECR ડો. મીક્ષા મહેતા તેમજ ડો.વશિષ્ટ ની સલાહ મુજબ ઈન્જેકશન અને સારવાર અપાતા નવજીવન મળ્યું હતું બાદમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આમ આ ઘટનામાં એક વ્યક્તિનું જીવન બચતા પરિવારજનોએ 108નો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ રાહત અનુભવી હતી..

અન્ય સમાચારો પણ છે...