તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉદ્ઘાટન:ગેરતપુરમાં 14 લાખના ખર્ચે નવનિર્માણ થયેલા પંચાયત ઘરનું લોકાર્પણ કરાયું

વહેલાલ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

દસક્રોઈ તાલુકાના ગેરતપુર ગ્રામ પંચાયતના 14 લાખના ખર્ચે નવનિર્માણ પામેલ પંચાયત ઘરનું લોકાર્પણ દસક્રોઈ ધારાસભ્ય બાબુભાઇ જમનાદાસ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.નવ નિર્માણ પામેલ પંચાયત ઘર બે માળનું છે. જેમાં ઉપરના માળે કમ્યુનિટી હોલ છે. નીચેના ગ્રાઉન્ડ ફ્લોરમાં તલાટી ઓફિસ, સરપંચ અને વીસીઇ ઓફિસ અલગ અલગ ખંડ બનાવવામાં આવ્યા છે.

રાજ્યની આઠ પેટા ચૂંટણીઓના પ્રચારકાર્યમાં વ્યસ્ત નેતાઓએ પરિણામ બાદ વિકાસના કાર્યોનું લોકર્પણ કરવામાં લાગી ગયા છે. બુધવારે દસક્રોઈ તાલુકાના ગેરતપુર ગ્રામ પંચાયતના 14 લાખના ખર્ચે નવ નિર્માણ પામેલ પંચાયત ઘરનું લોકાર્પણ દસક્રોઈ ધારાસભ્ય હસ્તે કરાયું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ભાવિબેન પટેલ, ડેલિગેટ રામસિંગભાઈ, સરપંચ શારદાબેન મકવાણા, ઉપસરપંચ હરીશભાઈ ડામોર સહિત ગ્રામ પંચાયતના સભ્યો, બીજેપી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો