દસક્રોઈ કણભા પોલીસે કુજાડમાંથી 84200 અને બાકરોલમાંથી 61200 ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી વોન્ટેડ આરોપીને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. કણભા પોલીસને બાતમી મળી હતી કે કુજાડ ગામમાં રહેતા ધવલ ભરવાડે ગામમા જ રહેતા વયોવૃધ્ધ મહિલાની રહેણાંક ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો રાખી ગેરકાયદે ધંધો કરે છે. પીઆઇ આર.એસ. શેલાના એ પોલીસ કર્મીઓ સાથે છાપો મારતા 84200 ની કિંમતનો 64 નંગ વિદેશી દારૂની બોટલનો જથ્થો પકડી પાડ્યો છે અને આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.
બીજી તરફ પોલીસે બાકરોલ ઇન્ડ એસ્ટેટના શેડમાંથી 61200નો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. બાકરોલ બુજરંગ ગામની સીમમાં સંકલ્પ એસ્ટેટના શેડ નંબર 1 માં રાજસ્થાનથી પુઠાના બોક્ષમાં દારૂ મગાવી અમદાવાદ શહેરમાં લોડિંગ રિક્ષામાં સપ્લાય કરી રહ્યા છે. બાતમીને આધારે કણભા પીઆઇ આર. એસ. શેલાનાએ પોલીસ કર્મીઓ સાથે છાપો મારતા 61200નો ભારતીય બનાવટના વિદેશી દારૂની 420 નંગ બોટલોનો જથ્થો પકડી પાડેલ તેમજ 3 વોન્ટેડ આરોપી વરદારામ પુનારામ દેવાશી રાજસ્થાન, મહાદેવરામ મેઘવાલ રાજસ્થાન તેમજ રવીરામ ભરવાડ કુજાડને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.