કાર્યવાહી:ધામતવાણ કેનાલમાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો

વહેલાલ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કણભા પોલીસે કરેલી કાર્યવાહી
  • કેનાલમાં કાળા કપડાં નીચે બોક્ષ છુપાવ્યા હતા, 1.37 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

કણભા પોલીસે બાતમીને આધારે ધામતવાન ગામની સીમમાં આવેલ કેનાલમાં કાળા કપડા નીચે બોક્ષમાં છુપાવેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની રૂપિયા 1,37,800 ની 824 નંગ બોટલો પકડી પાડી છે. તેમજ દારૂનો જથ્થો છુપાવનાર ફરાર બે આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

કણભા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ધામતવાન ગામની સીમમાં બાકરોલ ગતરાડ રોડ પર રુદ્ર એસ્ટેટની સામે આવેલા પ્રભાતસિંહ બીહોલા તેના ખેતરની બાજુમાં આવેલી કેનાલમાં અન્ય સાગરીત રોહિત સોલંકી સાથે મળી વિદેશી દારૂનો જથ્થો છુપાવી વેચાણ કરે છે. કણભા પોલીસે બાતમીવાળા કેનાલના સ્થળે રેઇડ કરતા કેનાલમાં એક કાળા કપડાં નીચે કાંઈક ઢાંકેલું હોય એવું દેખાઈ આવ્યું હતું. આથી પોલીસકર્મીઓ કેનાલમાં ઉતરી કાળું કપડું હટાવતા પુઠાના બોક્ષ મળી આવ્યા હતા. પુઠાના બોક્ષ ખોલી તપાસ કરતા દારૂનો જથ્થો મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...