આયોજન:દસક્રોઈના પીરાણા ખાતે સાત પગલાં ખેડૂત કલ્યાણ હેઠળ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

વહેલાલએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દસક્રોઈ તાલુકાના પીરાણા પ્રેરણાપીઠ ખાતે સાણંદ, બાવળા અને દસ્ક્રોઈ તાલુકાના ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત સ્માર્ટ એન્ડ ટુલ કીટ કાંટાળી વાડ તથા ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારો અને વિનામૂલ્યે છત્રી આપવાની યોજનાનો શુભારંભ કાર્યક્રમ ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના કુશળસિંહ પઢેરીયાની ઉપસ્થિતમાં યોજાઈ હતો. લોકાર્પણ પ્રસંગે વિવિધ યોજનાના લાભાર્થીઓને મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત અમદાવાદ પ્રમુખ જીતેન્દ્રસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ ભાવીબેન પટેલ, દસ્ર્કોઇ તાલુકા પ્રમુખ રાજુભાઈ પટેલ, દસક્રોઈ ભાજપ પ્રમુખ પ્રતાપજી ઠાકોર ઉપરાંત ખેતીવાડી, બાગાયત અને આત્મા અધિકારીઓ, પક્ષના હોદ્દેદારો હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...