શોર્ટ સર્કિટથી આગ, કોઈ જાનહાનિ નહીં:અમદાવાદ રીંગરોડને અડીને આવેલા વાંચની સીમમાં ફટાકડાની ફેકટરીમાં આગ

વહેલાલ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શોર્ટ સર્કિટથી આગ, કોઈ જાનહાનિ નહીં

અમદાવાદ રિંગ રોડને અડીને આવેલા દસક્રોઈના વાંચ ગામની સીમમાં આવેલ ફટકડાની ફેકટરીમાં આગ લાગતા દૂર દૂર સુધી ફટકડાઓનો અવાજ સંભળાતો અને ધુમાડા દેખાતા હતા.જોકે કોઈ જાનહાની થઈ હતી નહિ. ગુરુવાર સાંજે વાંચ ગામની સીમમાં આવેલ વીર ફાયર વર્કસ ફટાકડાની ફેકટરીમાં આગ લાગી હતી. આગ લાગી ત્યારે ફેકટરીમાં 10 મજૂરો કામ કરતા હતા.

આગથી કોઈ જાનહાની થઈ નથી. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. ગુરુવાર સાંજે વરસાદી વાતાવરણ સર્જાતા પવનફૂંકાયો હતો જેને કારણે વાયરો એકબીજાને અથડાવવાથી શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. ફાયરબ્રિગેડ પહોંચે તે પૂર્વે આગપર કાબુ મેળવી લીધો હતો. વાંચ ગામની સીમમાં ફેકટરીમાં આગ લાગતા મળેલ વિડીઓમાં ફટાકડા ફૂટવાનો અવાજ દુરદુર સુધી સંભળાતો હતો.

ધુમાડા પણ દેખાતા હતા. જાણે સરહદ ઉપર ફાયરિંગ થતું હોય તેવા અવાજો સંભળાતા હતા અને ધુમાડા દેખાતા હતા.વાંચ ગામમાં અસંખ્ય ફટાકડાની ફેકટરીઓ ગેરકાયદેસર રીતે ધમધમી રહી હોવાનું ગ્રામ પંચાયતના સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. આમ રીંગરોડને અડીને આવેલ દસક્રોઈના વાંચ ગામની સીમમાં ફટાકડાની ફેકટરીમાં આગમાં કોઇ જાનહાની ન થતાં તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...