ડુપ્લીકેટ પોલીસે:હાથીજણમાં 7500ની માગણી કરનારો નકલી પોલીસ પકડાયો

વહેલાલ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવાન તેમજ પડોશી યુવતી પાર્કિંગમાં રૂપિયા ગણતા હતા
  • ‘તમે રૂપિયા લઈ છોકરીઓનો ધંધો કરાવો છો’ કહીને

હાથીજણ સર્કલ પાસે પાર્કિંગમાં બિઝનેસની ઉઘરાણીના પૈસા ગણતા ગેરતપુરના યુવાન અને પડોશી યુવતી પાસેથી ડુપ્લીકેટ પોલીસે 7500 માગતા યુવાને કુનેહથી વિવેકાનંદ નગરની અસલી પોલીસને કોલ કરી બોલાવતા ડુપ્લીકેટ પોલીસને રંગેહાથ ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.ગેરતપુરમા રહેતો યુવાન વિશાલ મારવાડી ઇવેન્ટ મેનેજમેન્ટનો બિઝનેસ કરે છે.

એક મહિના પહેલા વિશાલ પડોશમાં રહેતી યુવતી તનીશાને પોતાની બાઇક પર બેસાડી ઉઘરાણી માટે હાથીજણ સર્કલ રાધે કોમ્પ્લેક્ષમા ગયા હતા જ્યાંથી ઉઘરાણીના નાણાં લઈ વિશાલ અને તનીશા નોટોની ગણતરી પાર્કિંગમાં ઉભા રહી કરતા હતા.તે દરમિયાન એક એક યુવાન તેઓની પાસે આવેલો અને વિશાલને કહેવા લાગેલો કે હું રામોલ પોલીસ સ્ટેશનથી આવું છું તમો રૂપિયા લઈ છોકરીઓના ધંધા કરાવો છો વિશાલે કહ્યું મારા બિઝનેસના ઉઘરાણીના પૈસા ગણીએ છીએ.તારું નામ શું છે પૂછતા નામ જણાવવાને બદલે જેમ ફાવે તેમ બોલવા લાગ્યો હતો.

પોલીસની ઓળખ આપનાર યુવાને કહ્યું પોલીસ કેસ કરીશ પોલીસ કેસ કરવો ના હોય તો 7500 આપો ગભરાઈ ગયેલ વિશાલે 4500 આપવા વાયદો કર્યો.4500 માટે યુવાન અવારનવાર ફોન કરતો આથી વિશાલને શંકા ગઈ હતી અસલી પોલીસ આમ કરે નહિ આથી ડુપ્લિકેટ પોલીસ હોવાનું લાગતા 9 નવેમ્બરે ફોન કરી વિવેકાનંદ નગર બસ સ્ટેન્ડે આવી પૈસા લઈ જવા કહ્યું.યુવાન પૈસા લેવા આવતા વિવેકાનંદ નગર પોલીસને બોલાવી પૈસાની માગણી કરનાર યુવાનને પકડી પૂછપરછ કરતા નિખિલ બાબુભાઇ પરમાર નામ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...