તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:દસક્રોઇ તાલુકાના ભાત ગામમાં 8 વર્ષથી દવાખાનું ચલાવતો બોગસ ડોક્ટર ઝબ્બે

વહેલાલ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
બોગસ ડોક્ટર પાસેથી દવાઓ કબજે લેવાઇ હતી. - Divya Bhaskar
બોગસ ડોક્ટર પાસેથી દવાઓ કબજે લેવાઇ હતી.
 • જિલ્લા એસઓજીએ ક્લિનિક પરથી 66 હજારનો મુદ્દામાલ જપ્ત કરી લીધો
 • મકાન ભાડે રાખી જીલ દવાખાના નામે પ્રેક્ટિસ કરતો હતો, ડિગ્રી વગર એલોપેથિક તબીબીની પ્રેક્ટિસ કરી ગેરકાયદે એલોપેથિક દવાઓ આપતો હતો, પોલીસે વધુ તપાસ શરૂ કરી

દસક્રોઈના ભાત ગામમાંથી બાતમીના આધારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બોગસ તબીબને 66 હજારનાા દવા, ઇન્જેકશન, બાટલા વગેરે સાધનો પણ કબજે કરી મેડિકલ પ્રેક્ટિસનર્સ એકટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.

ગ્રામજનો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આક્લિનિક છેલ્લા આઠ વર્ષથી ચાલતું હતું. એસ.ઓ.જી.અમદાવાદ ગ્રામ્યએ બાતમીને આધારે દસક્રોઈના ભાત ગામે હોળી ઢાળ ફળીમાં તૃષારભાઈ મણીભાઈ પટેલના મકાન ભાડે રાખી જીલ ક્લિનિક નામના દવાખાનમાં એલોપેથિક માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર એલોપેથિક તબીબીની પ્રેક્ટિસ કરી ગેરકાયદે એલોપેથિક દવાઓ આપતા બોગસ ઇસમ અકિતકુમાર દિનેશભાઇ શાહને વિવિધ દવાઓ, સાધનોના કુલ રૂપિયા 66021ના મુદામાલ સાથે બાતમીને આધારે ઝડપી પાડી ધી ગુજરાત રજિસ્ટર મેડિકલ પ્રેક્ટિસ એક્ટ 1963ની કલમ 30 મુજબ અસલાલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

આ કામગીરીમાં પી.આઈ ડી.એન પટેલ, પીએસઆઇ એમ.જી.પરમાર, એન.એલ દેસાઈ, કોન્સ્ટેબલ મનુભાઈ વજુભાઇ, પ્રહલાદભાઈ ચંદુભાઈ , પો.કો. શૈલેષભાઇ દોલુભાઈએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો