આગની ઘટનાઓમાં વધારો:અમદાવાદમાં 10 કલાકમાં આગની 87 ઘટનાઓ, જેમાં 45 ફટાકડાથી લાગી

વહેલાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ બરોડા હાઇવેની દુકાનમાઆગથી 35 લાખનું નુકસાન

દિવાળીના તહેવારમાં આગની ઘટનાઓમાં વધારો થયો છે અમદાવાદ ફાયરબ્રિગેડ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર 24 ઓક્ટોબર ર સવારે 6 થી 25 ઓક્ટોબર સવાર 8 સુધીમાં જ અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઇવે, સારંગપુર સહિત અલગ અલગ વિસ્તારોમાં 87 જગ્યાએ આગ લાગવાની ઘટનાઓ બની જેમાં 45 જગ્યાએ ફટાકડાના કારણે તેમજ કચરામાં, દુકાનમાં, મકાનમાં ગોડાઉન ફેકટરી સહિત 42 જગ્યાએ આગના બનાવો બન્યા હતા. જેમાંથી 2 મોટી ઘટનાઓ હતી. જેના પર ફાયરબ્રિગેડે કાબુ મેળવી લીધો હતો.

સૌથી 2 મોટી ઘટનામાં અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઇવે સિલ્વર કોમ્પ્લેક્ષની રાજનાથ સ્પેરપાર્ટ દુકાનમાં આગલાગતા 35 લાખનું નુકશાન થયું હતુ. આગ લાગ્યાની ઘટનાનો કોલ મળતાજ ફાયરબ્રિગેડના 4 વાહનો ઘટના સ્થળે પહોંચી જઇ સતત 6 કલાકની કામગીરી કરી આગ પર કાબુ મેળવ્યો હતો.

બીજી આગની મોટી ઘટના સારંગપુર પાણીની ટાંકી રોજી સિનેમા પાસે કાપડના ગોડાઉનમાં આગ લાગેલ ફાયરબ્રિગેડના 3 વાહનો દ્વારા આગ પર કાબુ મેળવ્યો હતો. ગોડાઉન ઉપર કુલ 11 મકાનમાંથી 6 મકાનમાં આગ લાગી હતી. જ્યારે 5 મકાનને આગથી બચાવી લેવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...