કાર્યવાહી:કુજાડમાંંથી 84 હજારનો વિદેશી દારૂ ઝડપાયો

વહેલાલ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાકરોલમાંથી પણ કણભા પોલીસે 61 હજારનો જથ્થો પણ ઝડપી લેવાયો

દસક્રોઈ કણભા પોલીસે કુજાડ માંથી 84200 અને બાકરોલ માંથી 61200 ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડી વોન્ટેડ આરોપીને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. કણભા પોલીસને બાતમી મળી હતી કે કુજાડ ગામમાં રહેતા ધવલ ભરવાડે ગામમાજ રહેતા વયોવૃધ્ધ મહિલાની રહેણાંક ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો રાખી ગેરકાયદેસર ધંધો કરે છે.પીઆઇ આર.એસ.શેલાના એ પોલીસ કર્મીઓ સાથે છાપો મારતા 84200 ની કિંમતનો 64 નંગ વિદેશી દારૂની બોટલ નો જથ્થો પકડી પાડ્યો છે અને આરોપી ને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

બીજી તરફ બાતમીને આધારે બાકરોલ ઇન્ડ એસ્ટેટના શેડમાંથી 61200 ની કિંમતો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. બાકરોલ બુજરંગ ગામની સીમમાં સંકલ્પ એસ્ટેટના શેડ નંબર 1 મા રાજસ્થાનથી પુઠાના બોક્ષમાં દારૂ મગાવી અમદાવાદ શહેરમાં લોડિંગ રિક્ષામાં સપ્લાય કરી રહ્યા છે. કણભા પીઆઇ આર એસ શેલાનાએ પોલીસ કર્મીઓ સાથે છાપો મારતા 61200 નો ભારતીય બનાવટના વિદેશી દારૂની 420 નંગ બોટલોનો જથ્થો પકડી પાડેલ તેમજ ત્રણ વોન્ટેડ આરોપી વરદારામ પુનારામ દેવાશી રાજસ્થાન, મહાદેવરામ મેઘવાલ રાજસ્થાન તેમજ રવીરામ ભરવાડ કુજાડને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...