રસીકરણ:વહેલાલ PHC હેઠળ 780, સી જી અમીન વિદ્યામદિરમાં 290 વિદ્યાર્થીને રસી અપાઈ

વહેલાલ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રસી લઈ ડરશો નહિ કહી પ્રથમ છાત્રાએ હિંમત આપી

રાજ્યમાં 15 થી 18 વર્ષ સુધીના કિશોરોને કોરોનાની રસી માટે પ્રારંભ થયો. વહેલાલ સી.જી.અમીન વિધામંદિરમાં વહેલાલ પી.એચ.સી.સેન્ટર ના કર્મીઓ ધ્વારા 290 વિધાર્થીઓનું રસીકરણ કરાયુ વહેલાલ પીએચસી હેઠળના ચાર સેન્ટરોમાં 780 વિધાર્થીને રસી અપાઈ હતી.આ પ્રસંગે વહેલાલના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા.

શાળાના આચાર્ય તેમજ શિક્ષકોએ રસીકરણ માટે વિધાર્થીઓને તેઓના વર્ગ ખંડમાથીજ સ્લીપ બનાવી આપતા જેમાં વિદ્યાર્થીનું નામ , આધારકાર્ડ નંબર, ઉંમર, મોબાઈલ નંબર લખી અપાતો હતો વિધાર્થીઓને રસી આપતા, રસી બાદ અલગ હોલમાં અડધા કલાક બેસાડ્યા બાદ વિધાર્થીઓને આડ અસર ના હોય તો જવા દેવાતા.

વહેલાલ શાળામાં પુત્ર મેઘ પટેલને જે વહેલાલ કોલેજમાં અભ્યાસ કરે છે તે રસી મુકાવવા આવેલ પિતા દીક્ષિત પટેલે જણાવ્યું કે હવે અમારો દીકરો સુરક્ષિત છે. 15 થી 18 વયના ધોરણ 9 થી 12 ના વિધાર્થીઓને રસી અપાવવા શાળાએ આવતા વિધાર્થીઓને શાળામાં તેમજ વાલીઓને કોલ મેસેજથી જાણ કરાઈ હતી કે વિધાર્થીઓ રસી અવશ્ય લે,તાવ શરદી કફ ઉધરસ હોય તો શિક્ષકો ને જાણ કરવી આવી સ્પષ્ટ સૂચના આપી હતી એમ આચાર્ય લતાબેન પટેલે જણાવ્યું હતું. વહેલાલ સી.જી.અમીન વિધા મંદિરમાં વિધાર્થીનીએ રસી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...