કુહામાં રાત્રિના સમયે ઘરની બહાર ઓસરી માં સૂતેલા પરિવારના સભ્યોને છરો બતાવી 7 જેટલા તસ્કરો પીપડામાંથી 15 લાખ રોકડ તેમજ 2.50 લાખના દાગીના લૂંટી નાસી છૂટતા કુ હા પંથકમાં ભય નો માહોલ છવાયો છે. તસ્કરો શિલાઓને છરો બતાવી લાકડી મારી પહેરેલી ઘરેણાં પણ ઉતારવી લઈ નાસી છૂટ્યા હતા.
કુહા શ્રી રામ ઇન્ડસ્ટ્રીયલ એસેટ્સમાં જશુભા ડાભીને પરિવાર રાત્રે 11 વાગે જખમી પરવારી ને સઈ ગયો ત્યાર બાદ મધરાતે 12 વાગે મોઢે બુકાની બાંધેલા 7 જેટલા તસ્કરો ઘરની ઓસરી માં આવી પહોંચ્યા હતા. તે પૈકીના 3 તસ્કરોએ જશુભા સૂતા હતા ત્યાં જઈ છરો બતાવીને તેમને ફાટેલામાં દબાવી દીધા હતા અને બોલે તો મારી નાખે તેવી ધમકી આપી હતી. તે સમયે અન્ય 2 તસ્કરો લોખંડના સળિયા લઈ ઘરમાં ઘૂસ્યા હતા અને 2 કપડાના તાળાં તોડી એકમાં રહેલાં રોકડા રૂ. 15 લાખ તેમજ બીજા પીપડાં થેલીમાં રાખેલી સોનાની 2 વીંટીઓ અને સોનાના 2 દોરા લઈ લીધા હતા.
તસ્કરોએ ઓસરીમાં સૂતેલા દીકરાના ગળે છરો મૂકીને તેના મમ્મી, માસી અને પત્નીને પહેરેલી દાગીના આપી દેવા ધમકી આપી હતી. જેથી માનસીએ પગના ચાંદીના કડલા, કોબીયો, પગના છડા, હાથનું સોનાનું કડું, ગાળાનો સોનાનો દોરો, સોનાની બુટ્ટી કાઢી આપ્યા હતા. ઉપરાંત વૃદ્ધ માતાને પ્લાસ્ટિકનો પાઈપ મારીને તેમના દાગીના ઉતરાવ્યા હતા તેમજ પત્નીના ચાંદીના છડા, કડા, સોનાનું લોકેટ, દોરો, બુટ્ટી પણ લૂંટી લીધા હતા.
આમ 15 લાખ રોકડ, સોના ચાંદીના પીપડાં રહેલા અને મહિલા ઓએ પહેરેલી દાગીના ઉતારવી પેન્ટ-શર્ટ પહેરેલી અને ગુજરાતી બોલતાં તસ્કરો નદી તરફ નાસી છૂટ્યા હતા. જેથી અજાણ્યા તસ્કરો વિરુદ્ધ કણભા પોલીસમાં ફરિયાદ દાખલ કરાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.