તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જી.આર.ડી.ના નકલી આઇકાર્ડ બનાવી પૈસા પડાવતી ગેંગના 7 આરોપી ઝડપાઈ ગયા

વહેલાલ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રેકેટનો પર્દાફાશ કરતી અસલાલી પોલીસ: 20 લોકોને કાર્ડ બનાવી આપ્યાનું ખૂલ્યું
  • GRDનો કમ્પ્યુટર ઓપરેટર જ 22 હજારમાં કાર્ડ બનાવી આપતો હતો: PSI ગયા ત્યાં ડુપ્લિકેટ GRD ફરજ બજાવતો હતો

જીઆરડી કમ્પ્યુટર ઓપરેટરે ડેટા ચોરી 20 લોકોને 15 થી 22 હજારમાં જીઆરડીના ડુપ્લીકેટ આઈકાર્ડ બનાવી આપેલા તે ડુપ્લિકેટ જવાનો અસલાલી લાભા પાસે ફરજ દરમિયાન ઝડપાઇ જતા અસલાલી પોલીસે ડુપ્લિકેટ આઈકાર્ડ બનાવી પૈસા પડાવતી ગેગના 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ અંગે પૂછપરછ કરતા તેમણે 15 થી 22 હજારમાં કાર્ડ બનાવ્યા હોવાનું ખૂલ્યું બકલ નંબર ના આધારે આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો એ બકલ નંબર સાણંદ તેમજ ધોળકાના જીઆરડી જવાનનો હતો આ બનાવથી આ વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

GRD પીએસઆઇની ફરિયાદના આધારે અસલાલી પીઆઈ પી.આર.જાડેજા,પીએસઆઇ જે.એચ.વાઘેલા, એ.એસ.આઈ જગદીશભાઈએ તપાસ ટીમ બનાવી સુનિલભાઇ મનુભાઇ પરમાર, વિશાલભાઇ કમલેશભાઇ પરમાર, હાર્દીકભાઇ કમલેશભાઇ પરમાર, મહેશભાઇ જીવણભાઇ પરમાર , જશવંતભાઇ સોમાભાઇ મકવાણા, મનિષભાઇ બંસીલાલ પ્રજાપતિ, જીતુભાઇ, અમિતભાઇ જયેશભાઇ રાવલ સહિત આઠ આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદ જીઆરડી હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જાલુસિંહ ચૌહાણ ત્રણ દિવસ પહેલા ડ્યૂટી પર હતા ત્યારે અસલાલી પાસે ટોલનાકા પર બે જીઆરડી જવાન વાહનો ચેકિંગ કરતા હતા.રોજ કરતા નવા જવાનો જોઈ તેમની પાસે ગયા હતા અને તેમની પૂછપરછ કરીને તેનું નામ સુનીલ પરમાર અને વિશાલ પરમાર તેમના આઇકાર્ડ જોતાની સાથે શંકા ગઈ હતી કે યુવકોએ બનાવટી આઈકાર્ડ બનાવ્યા છે પરંતુ તેમની ધરપકડ કરવાની જગ્યાએ આ ગેગમાં બીજા કેટલા સામેલ છે તેની પૂછપરછ કરતા બીજા બે યુવકો આગળ ડ્યૂટી કરતા હોવાનું કહ્યું ત્યાં જઈ તપાસ કરતા બે યુવકના નામ હાર્દિક અને મહેશ પરમાર હતા તેઓ વરદી અને આઈકાર્ડ સાથે ડ્યુટી કરતા હતા.

GRDના કમ્પ્યુટર ઓપરેટરે 20 કાર્ડ બનાવી આપ્યા
આરોપીઓની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે જીઆરડીની લાલ દરવાજા ખાતે આવેલી ઓફિસમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતો અમિત રાવલ જ તેની પાસે તમામ જવાનના ડેટા હોવાથી તેનો દુરુપયોગ કરીને 15 થી 22 હજારમા બોગસ આઈકાર્ડ બનાવી આપતો હતો.અમિત રાવલે 20 થી વધુને આવા કાર્ડ બનાવી આપ્યા હોવાનું કબુલ્યું છે.આ ઉપરાંત સાત નંબરનો આરોપી મનીષ પ્રજાપતિ એપ્રિલ 2020 થી ઓફિસર કમાન્ડિંગ તરીકે ડ્યૂટી બજાવે છે તેવુ તપાસ દરમિયાન બહાર આવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...