કાર્યવાહી હાથ ધરાઈ:ટીંબા સીમમાં રેલ પ્રોજેક્ટની પ્લેટો ચોરનારા 6 ઝડપાયા, તસ્કરો પાસેથી 1,74,750ના મુદામાલ જપ્ત કરાયો

વહેલાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6 પૈકી 5 આરોપી 19 થી 21 વર્ષના, પ્લેટો ઓગળી ગઠ્ઠા બનાવ્યા

ટીંબા ગામની સીમમાંથી રેલવે લાઈનની સાઇટ પરથી લોખંડની 1,50000 ની 121 પ્લેટો ચોરી થયાની ફરિયાદ અસલાલી પોલીસમાં નોંધાઇ હતી. આ અંગે અસલાલી પોલીસે અલગ અલગ ટિમો બનાવી તપાસ કરતાં ગણતરીના દિવસોમાં 6 આરોપી તસ્કરોને 1,74,750ના મુદામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથધરી હતી. 6 આરોપીઓ પૈકી 5 ગુનેગારો 19 થી21 વર્ષના છે.

પકડાયેલા 6 ગુનેગારોમાં દશરથભાઈ રાવજીભાઈ ઠાકોર રહે. જૂનું નવાપુરા, વિશાલભાઈ પુનમભાઈ ઠાકોર રહે.મહિજડા, કમલેશભાઈ દિનેશભાઇ ઠાકોર રહે.બારેજા, જયેશભાઇ દશરથભાઈ ઠાકોર રહે.ટીબા, મુકેશકુમાર નોલારામ બેલાઈ રહે.રાયપુર રાજસ્થાન, છોટુભાઈ ભાગુનાથ યોગી નારોલ મૂળ રાજસ્થાનનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...