તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:દસક્રોઇ તા.ના જેતલપુરમાં 2 દિવસમાં કોરોનાથી 6ના મોત

વહેલાલ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સમગ્ર ગામને સેનેટાઇઝ કરાયું, શાળામાં 11 બેડનું આઇસોલેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું

દસક્રોઈના જેતલપુરમાં પિતા પુત્રના કોરોનાથી મોત થયા છે. બે દિવસમાં જેતલપુરમાં કોરોનાથી કુલ 6ના મોત થયા છે. જેમાં ત્રણ પુરૂષ ત્રણ મહિલાનો સમાવેશ થાય છે. જેતલપુરમાં ઉપરા છાપરી 6ના મૃત્યુથી દસક્રોઈ તાલુકા સદસ્ય તેમજ દસક્રોઈ તાલુકા પંચાયત પ્રમુખે ગ્રામ પંચાયતના સહયોગથી ગામને સેનેટાઇઝ કર્યું છે. તો મારું ગામ કોરોના મુક્ત ગામ અંતર્ગત શાળામાં 11 બેડ સાથે દસક્રોઈ ટીડીઓની સૂચના ગ્રામજનોએ મુજબ આઇસોલેશન સેન્ટર શરૂ કર્યું છે.

જેતલપુરમાં છેલ્લા બે દિવસમાં ત્રણ પુરુષ ત્રણ સ્ત્રી એમ કુલ 6ના મોત થયા છે. ગત રાત્રીએ કોરોનાથી પુત્રના અવસાન બાદ આજે બપોરે પિતાનું પણ કોરોનાથી અવસાન થતા પરિવાર તેમજ ગામમાં શોક વ્યાપી ગયો છે. ઉપર છાપરી મૃત્યુથી ગ્રામજનોમાં હાહાકાર જોવા મળે છે. ગામમાં વધતા જતા કેસ અને મૃત્યુંથી ગ્રામ પંચાયત ઘ્વારા તાલુકા સદસ્યએ ગામમાં સેનેટાઇઝ કર્યું છે.તો સરકારની ગાઈડલાઈન મુજબ શાળામાં આજેજ આઇસોલેશન સેન્ટર ઉભું કર્યું છે .પાસેના પીરાણા મા કોવિડ સેન્ટર પણ ઉભું કર્યું છે.

બીજી તરફ કુહાના મહિલા સદસ્યનું બાકરોલ હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીની બીજી લહેર કાળમુખી બની રહી છે. લોકો કોરોનાથી ટપોટપ મોતને ભેટી રહ્યા છે. ત્યારે સરકારે ગુજરાતના સ્થાપના દિવસથી કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરી છે. ત્યારે 18 વર્ષથી ઉપરના તમામ લોકોએ વેક્સિન જરૂરથી લેવી જોઇએ. જેનાથી કોરોનાના ગંભીર લક્ષણોથી બચી શકાય છે અને મોતના મુખમાં જતા નાગરિકો બચી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો