5 નવયુગલે પ્રભુતામાં પગલાં માંડ્યાં:બારેજાના પ્રજ્ઞાચક્ષુ સમૂહ લગ્નોત્સવમાં 5 નવયુગલે પ્રભુતામાં પગલાં માંડ્યાં

વહેલાલ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

લાયન્સ કલબ ઓફ વસ્ત્રાપુર તથા બારેજા ગામના સંયુક્ત ઉપક્રમે બારેજા બારેજડી રોડ પર આવેલ વૈભવલક્ષ્મી પાર્ટી પ્લોટમાં 5 પ્રજ્ઞાચક્ષુ નવયુગલે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.ભલે ચક્ષુથી વર કન્યા એકબીજાને જોઈ નથી શકતા, તેઓને કરાવવામાં આવેલ શાસ્ત્રોક્ત વિધિ જોઈ ન હોતા શકતા પરંતુ અન્યોની મદદથી સંપૂર્ણ વિધિ સંપન્ન કરી પ્રજ્ઞાચક્ષુઓએ પ્રભુતામાં પગલાં માડતા તેઓ આંનદીત થઈ ગયા હતા.

ભલે વર અથવા કન્યા અંધ હોય છતાં પોતાનો એક જીવન સાથી તો મળ્યો અને તેની સાથે આનંદથી જીવન વીતશે. ભલે અંધ હોઈએ છતાં ભગવાન અમને પણ જીવનસાથી આપ્યો છે. તે ખરેખર ભગવાન રૂપે એકમેકને મદદ કરીશ એવા ભાવ સાથે 5 પ્રજ્ઞાચક્ષુએ પ્રભુતામાં પગલાં માંડયા હતા.

અંધજન મંડળ, લાયસન્સ કલબ ઓફ વસ્ત્રાપુરે તેમજ બારેજાના યુવાઓએ ખભેખભા મિલાવી પ્રત્યક્ષ ઉપસ્થિત રહી આયોજનમાં સહભાગી થયા હતા. સમુહલગ્નોત્સવ દરમિયાન ગણેશ સ્થાપન, ગ્રહશાંતિ, હસ્ત મેળાપ, ભોજન સમારંભ, કન્યા વિદાય સહિતની વિધિ થકી લગ્નોત્સવ સંપન્ન થયો હતો.

બારેજાના દાતાઓએ આંખ બંધ કરી દાન આપ્યું
લાયન્સ કલબ ઓફ વસ્ત્રાપુર તથા બારેજા ગામ સમસ્તના ઉપક્રમે યોજાયેલા સમુહલગ્નોત્સવમાં બારેજા ગામ સહિતના દાતાઓના દાનથી જ ભોજન, પાર્ટી પ્લોટ, કંકોત્રી, લગ્નગીત, નાસ્તો સહિતની વ્યવસ્થા કરાઈ હતી.

દાતાઓની મદદથી જ સોના ચાંદીના કુલ 19 દાગીના, વરરાજાને ચાંદીની વીંટી, કન્યાને 15 અલગ-અલગ વસ્ત્રો, વરરાજાને 4 વસ્ત્રો, ઘરવપરાશની 20 વસ્તુઓ અપાઈ હતી. આમ સેંકડો નગરવાસીઓએ પ્રજ્ઞાચક્ષુઓને આંખ બંધ કરી દાન અને મદદ કરી હતી.બારેજાના દાતાઓએ આંખ બંધ કરી દાન આપ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...