શ્રદ્ધા:ભુવાલડી ગામમાં રામદેવપીરના મંદિરમાં 350 ધજા તેમજ નેજા અર્પણ કરાયા

વહેલાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભુવાલડીમાં રામાપીરને 350 ધજા નેજા અર્પણ થયા. - Divya Bhaskar
ભુવાલડીમાં રામાપીરને 350 ધજા નેજા અર્પણ થયા.
  • ભાદરવા સુદ નોમના દિવસે વિવિધ કાર્યક્રમ યોજાયા
  • લાલપરમા પણ ધજા નેજા અર્પણ : વર્ષોથી પરંપરા જાળવતા ગ્રામજનો

ભાદરવા સુદ નોમનો દિવસ એટલે રામદેવપીર બાબાને ધજા નેજા અર્પણ કરવાનો વિશેષ દિવસ. ભાદરવા સુદ નોમથી પૂનમ સુધી રણુંજાના રામદેવપીરના યાત્રાધામમાં ભકતો પરંપરાગત મુજબ દાદાને ધજા, નેજા ચડાવી આશીર્વાદ મેળવે છે. ભુવાલડી,ભરકુંડા, લાલપર સહિત સમગ્ર જિલ્લામાં વસતા રામદેવપીરના શ્રધ્ધાળુ ભકતોએ આ પરંપરાને અકબંધ જાળવી રાખી બુધવારે નોમના દિવસે લાલપર ,ભરકુંડા સહિત જિલ્લાના વિવિધ રામદેવપીરના મંદિર ખાતે ભક્તિ મય માહોલમા ધજા નેજા ચડાવી પોતાની પરંપરા નિભાવી હતી.

આ દરમિયાન શુભ મુહુર્તમાં 350 ધજાઓના નેજા લઈ ગામ લોકો ઢોલ નગારા બેન્ડવાજા સાથે ભુવાલડી નીજમંદિરે પહોંચ્યા હતા. જ્યા પુજારી દ્વારા સમસ્ત નેજાઓને વધાવી મંદિરના શિખર ઉપર ચડાવી બાબા રામદેવપીરનો જયધોષ કરવામાં આવ્યો હતો.તો વર્ષોની પરંપરા મુજબ રામદેવપીર મંદિરે બાબાના ધજાનેજા ચડાવી ગામના અનેક લોકોએ ધન્યતા અનુભવી હતી. આમ રામદેવપીર બાબાને ધજા નેજા અર્પણ કરવાના વિશેષ દિવસે અનેક સ્થળે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.

અન્ય સમાચારો પણ છે...