તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:બારેજામાં 35 RT- PCR ટેસ્ટ કરાયા, અસલાલીમાં 1નું મોત

વહેલાલ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગ્રામ્ય વિસ્તારમાં કોરોના ફેલાતો રોકવા માટે તંત્રે કવાયત શરૂ કરી, તાલુકાવાર કોરોનાના આંકડા જાહેર કરવાની માગ

રાજ્યના શહેરોમાં વધતા જતા કેસોથી ચિંતિત સરકારે હવે ગામડાઓમાં વ્યાપ વધે નહીં તે માટે રસીકરણની સાથે સાથે હવે RTPCR ટેસ્ટ શરૂ કરી દીધા છે.બારેજા નગરપાલિકામાં પીએચસી સેન્ટરના કર્મીઓએ બુધવારે 35 નગરજનોને આરટીપીસીઆર ટેસ્ટ કર્યા છે. જ્યારે અસલાલીમાં 1 વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે. જિલ્લા આરોગ્ય વિભાગ કોરોના યાદી રોજબરોજ જાહેર કરવાનું શરૂ ક્યારે કરશે. રાજ્યમાં વધતા જતા કેસનો વ્યાપ ગામડાઓમાં ફેલાવવાનો શરૂ થઈ ગયો છે. ત્યારે સફાળી જાગેલી સરકારે ગામડાઓમાં કોરોના ટેસ્ટ શરૂ કરી દીધા છે.

કોરોનાની બીજી લહેરમાં સરકાર રાજ્યનો કુલ આક જાહેર કરે છે પરંતુ જિલ્લાવાર અગાઉ જિલ્લા આરોગ્ય વિભાગ યાદી જાહેર કરતું જેથી તાલુકાના ક્યાં ગામમાં કેટલા પોઝિટિવ આવ્યા, મૃત્યુ થતા તે જાણી શકાતું જેથી પ્રજા સતર્ક બનતી. કોરોનાની બીજી લહેર ગંભીર બની છે સરકાર પણ ગામડાઓમાં અગાઉની જેમ ટેસ્ટ શરૂ કર્યા છે પરંતુ હજુ સુધી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા યાદી રોજ સાંજે મીડિયા કર્મીઓને મળતી તે શરૂ કરવામાં આવી નથી તે પુનઃ શરૂ કરવામાં આવે તો ગ્રામીણ જનતાને, ગ્રામ પંચાયતોને વાસ્તવિક આકડા જાણવા મળે તો પ્રજા અને ગ્રામ પંચાયતો ગંભીર બની પંચાયતો તકેદારી રૂપે કોઈ પગલાં લઈ શકે.

દસક્રોઈ તાલુકાના અસલાલી ગામમાં રહેતા 53 વર્ષીય રાજેશભાઇ પ્રવીણભાઈ પટેલનું પાચજ દિવસમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અવસાન થયું છે. પુરુષ લોડીગ રીક્ષા ફેરવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓને ગત શનિવારે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ પરંતુ પાંચ દિવસમાં તેઓનું અવસાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો