ફરિયાદ:રિક્ષામાં આવેલા 3 લૂંટારુ લાંભાની યુવતીને માર મારી મોબાઈલ લૂંટી ફરાર

વહેલાલ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવતીએ મોબાઈલ ન આપતા ઉઠાવી જવાનો પ્રયાસ કરાયો
  • અસફળ​​​​​​​ રહેતા લાફા માર્યા, 2 લૂંટારુ લાભાના જ, 1 અજાણ્યો

લાંભાની ચાલતી જતી યુવતીનો એકલતાનો લાભ લઈ 3 લૂંટારુઓ ઓટો રિક્ષામાં આવી મોબાઈલ લૂંટી માર મારી રિક્ષામાં ફરાર થઇ જતાં અસલાલી પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદને આધારે લૂંટારીઓને પકડી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા હતા.લાંભા ઇન્દિરાનગરમાં રહેતી 28 વર્ષીય યુવતી નીતિશા મકવાણા ઘરેથી નીકળી ચાલતી રિંગરોડ શાકભાજી લેવા જતી હતી. દરમિયાન નીતિશા એકલી ઇન્દિરાનગરથી રિંગરોડ વચ્ચે ખેતરમાંથી પસાર થતી હતી તે દરમિયાન ઓટો રિક્ષામાં આવેલા 2 લૂંટારુએ નીતિશાના હાથમાંથી મોબાઈલ ખેંચી ભાગી જવા માગતા હતા.

પરંતુ નીતિશાએ મોબાઈલ પકડી રાખતા લૂંટારૂઓએ નીતિશાને પકડી રિક્ષામાં બેસાડતા હતા પરંતુ યુવતી બેઠી નહીં આથી 1 યુવાને બીજા યુવાનને કહ્યું સાહિલ તું આને ફટકાર હું તેને ખેચુ છું તેમ કહેતા સાહિલે 2-3 લાફા યુવતીને મારી દીધા હતા. અને મોબાઈલ આપી દે નહીં તો જાનથી મારી નાખીશું તેમ કહી ત્રણેય લૂંટારુઓ સી.એન.જી રિક્ષામાં ઇન્દિરાનગર તરફ ભાગી ગયા હતા. દરમિયાન શાકમાર્કેટ તરફ જતાં લોકો યુવતીની મદદે દોડી આવ્યા હતા. જેમાંથી એક વ્યકિતએ અન્ય વ્યકિતને કહ્યું કે આ તો પ્રકાશ માધવલાલ તિવારી તેમજ સાહિલ હતો. આ સંવાદ યુવતી સાંભળી ગઈ હતી.

યુવતી ઘેર જઇ લૂંટની ઘટના વર્ણવતાં પરિવારજનો લૂંટારુઓને શોધવા નીકળતાં તે મળ્યા ન હતા. આમ લૂંટની ઘટના બાદ સાહિલ ,પ્રકાશ તિવારી અને 1 અજાણ્યા રીક્ષા ચાલક વિરુદ્ધ અસલાલી પોલીસમાં ફરિયાદ દાખલ કરાઇ હતી. ફરિયાદને આધારે લૂંટારીઓને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...