હુકમ:લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ચાંદીયેલ ગામના 3 ભૂમાફિયા જેલહવાલે, 2 ફરારને શોધવા કવાયત

વહેલાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાંદીયેલ ગામની સર્વે નંબર 747ની જમીનમાં ગેરકાયદેસર કબજો કર્યો હતો, નિકોલના બિલ્ડરે દોઢ વર્ષ પૂર્વે 88 લાખમાં જમીન ખરીદી હતી : ભૂમાફિયાનો કોઈ હક નથીનો હુકમ

અમદાવાદ નિકોલ વિસ્તારના બિલ્ડરે દોઢ વર્ષ પૂર્વે દસક્રોઈના ચાંદીયેલ ગામની સીમમાં જમીન ખરીદી હતી. આ જમીનમાં ચાંદીયેલ ગામના પાંચ ઈસમોએ ગેરકાયદેસર રીતે કબજો જમાવી રાખ્યો હતો.આથી જમીન ખરીદનાર બિલ્ડરે અમદાવાદ જિલ્લા કલેક્ટર સમક્ષ પાંચ ઈસમો વિરુદ્ધ લેન્ડ એક્ટ હેઠળ કેસ દાખલ ફરિયાદ દાખલ કરી હતી.

ફરિયાદના આધારે તપાસ કરતા પાંચેય ઈસમોનો કોઈ જ હક ન હોવાનું જણાતા નાયબ પોલીસ અધિક્ષક સાણંદ ડિવિઝનની સૂચના મુજબ કણભા પોલીસે ત્રણ ઈસમોને લેન્ડ ગ્રેબિંગ કેસ હેઠળ પકડી પાડી સેન્ટ્રલ જેલના હવાલે કર્યા છે. અન્ય બે ફરાર થયેલ છે તેઓને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

આ અંગે કણભા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદ મુજબ અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા બિલ્ડર કિશોર ભાઈલાલ પટેલ તેમજ તેઓના ભાગીદાર વિપુલભાઈ નથુભાઈ કોટડીયાએ દસક્રોઈ તાલુકાના ચાંદલીયા ગામ માંથી સરવે નંબર 447ની 13227 ચો.મીટર જમીન સપ્ટેમ્બર 2020ના રોજ વેચાણ દસ્તાવેજથી 88 લાખમાં ખરીદી હતી.

ખરીદી કર્યા બાદ બિલ્ડર આ જમીન પર પોતાનો હક માલિકી હોવાથી કમ્પાઉન્ડ વોલ તાર ફેન્સીંગ કરવા ગયા હતા ત્યારે ચાંદીયેલ ગામનાજ પાંચ ઈસમો જયંતીજી રૂમાલજી બારૈયા, કાળાજી ગાંડાજી બારૈયા, લાખાજી ગાંડાજી બારૈયા, ચેહરજી અમરજી બારૈયા તેમજ લક્ષ્મણજી અમરજી બારૈયાએ જમીનમાં અમારો હક છે આ જમીનમાં તમારે કબજો લેવો હશે તો તમારે અમને પૈસા ચૂકવવા પડશે એમ કરી ગાળાગાળી કરી બોલવા લાગેલા હતા. ત્યાર બાદ બિલ્ડરે અમદાવાદ જિલ્લા કલેકટર સમક્ષ પાંચેય ઈસમો વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરી હતી.

આ અંગે તપાસ થતા પાંચેય ઇસમનો આ સર્વે નંબરની જમીનમાં કોઈ હક ન હોવાના હુકમો અગાઉના મામલતદાર, પ્રાંત અધિકારી, કલેકટરે કર્યા હોવાનું સામે આવ્યું હતું. આમ પાંચેય ઇસમનો કોઈજ હક ચાંદીયેલની નવા સર્વે નંબર 747ની જમીનમાં નહીં હોવા છતાં આ જમીન પર બોર, તબેલો તેમજ પતરા, દીવાલ અને પાકા ધાબા વાળા મકાન બનાવી ગેરકાયદેસર હક કબજો જમાવ્યો હતો.

જમીન ખરીદનાર નિકોલના બિલ્ડર પાસેથી પૈસા આપો તો જ ઘુસવા દહીશું કહેતા બિલ્ડરે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરતા પાચ પૈકી જયંતીજી રૂમાલજી બારૈયા,કાળાજી ગાંડાજી બારૈયા,લાખાજી ગાંડાજીની પોલીસે ધરપક કરી છે. બાકીના ફરાર થતા પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...