અકસ્માત:દસક્રોઈના હરણિયાવમાં માછલી પકડવા જતાં હોડી ઊંધી પડતા 3નાં મોત

વહેલાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃતકો હરણિયાવમાં વર્ષથી રહે છે

દસકોઈ તાલુકાના હરણિયાવ ગામના તળાવમાં નાવડી લઈને માછલી પકડવા જતા અકસ્માતથી હોળી ઉંધી વળી જતાં પાંચ જણા ડૂબી ગયા હતા. પાંચમાંથી 2નો બચાવ થયો છે જ્યારે ત્રણ જણના મૃત્યુ થયા છે. ઘટનાની જાણ થતા જ દસક્રોઈ મામલતદાર અક્ષયભાઈ વ્યાસ ઘટના સ્થળે પહોંચી જઇ બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

તાલુકા મામલતદાર પાસેથી પ્રાપ્ત માહિતી અને ડિઝાસ્ટર શાખા કલેકટરને આપેલા રિપોર્ટ અનુસાર અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના હરણીયાવગામ ખાતે આજે બપોરે છેલ્લા એક વર્ષથી ગામમાં રહેતા પાંચ ઈસમો હોડી લઈને ગામના તળાવમાં મચ્છી પકડવા ગયા હતા.દરમિયાન અકસ્માતથી હોડી ઉંધી વળી જતા પાંચેય જણા ડૂબી ગયા હતા.

અમદાવાદ ફાયરબ્રિગેડની ટિમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી પાંચેય ઇસમોને બહાર કાઢ્યા હતા.જોકે ત્રણ જણાંના ડૂબી જવાથી મૃત્યુ થયા હતા અને 3ના મૃતદેહને ફાયરબ્રિગેડ ટીમે શોધી બહાર કાઢ્યા હતા.જ્યારે 2ને બચાવી સારવાર અપાઈ હતી. મૃતકોમાં દિનેશભાઇ સોલંકી, રમેશભાઇ સોલંકી અને મેહેલકુમાર મકવાણાનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...