ધરપકડ:હાથીજણ સર્કલ પાસે ATM તોડવાના પ્રયાસમાં 3 ઝડપાયા

વહેલાલ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ATM તોડવાના પ્રયાસમાં 3 તસ્કરોને પોલીસે ઝડપી લીધા. - Divya Bhaskar
ATM તોડવાના પ્રયાસમાં 3 તસ્કરોને પોલીસે ઝડપી લીધા.
  • પોલીસ તપાસમાં ગેસ કટર , ગેસના બાટલા મળી આવ્યા

દસક્રોઈ ગ્રામ્ય હેઠળની વિવેકાનંદનગર પોલીસે નાઇટ પેટ્રોલિંગ દરમિયાન એટીએમમાંથી સાયરન વાગતા પોલીસે શંકાના આધારે તપાસ કરતા ગેસ કટરથી એટીએમ તોડતા 2 તસ્કરોને ઝડપી પાડ્યા હતા જ્યારે 1 તસ્કર ભાગી ગયો હતો પરંતુ બાતમીના આધારે તેને ઝડપી લેવાયો હતો.

પોલીસ નાઇટ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન હાથીજણ સર્કલ પાસે ધી ગુજરાત સ્ટેટ કો.ઓ.બેન્ક લી ના એટીએમ માંથી ઇમરજન્સી સાયરન સંભળાઈ, જેથી એટીએમ તોડાતું હોવાની શંકાના આધારે તપાસ કરતા ગેસ કટર અને ગેસના બાટલા સાથે એ.ટી.એમ.માં ચોરી કરવા આવેલ ત્રણ પૈકી બે તસ્કર ઝડપાયા હતા ઝડપાયેલા બંને તસ્કરોમાં મોહિત ગંગાદાસ રાજપુત (ઉવ.22 ) અને શિવમ નેમપાલ સૈની (ઉવ.18) રામોલ અમદાવાદના છે.

જેઓનું મુળ વતન નવી વસાહત,માલીયા અવ્વલ,કસ્બા ઔરંગાબાદ, બુલંદશહેર, ઉત્તરપ્રદેશ છે. જ્યારે દુષ્યંતકુમાર ઉર્ફે છોટુ જગદીશ રાજપુત (ઉ વ.૨૦) (હાલ રહે. જગદીશ ચેમ્બર, ચાંદાભાઇની ચાલીની બાજુમાં, બાપુનગર ચાર રસ્તા, અમદાવાદ) જેનું મુળ વતન મુરાદનગર, ઔરંગાબાદ, બુલંદશહેર છે.

આરોપી નંબર ત્રણ નાસી ગયેલ પરંતુ પોલીસે બાતમીને આધારે ઝડપી લીધો હતો ઝડપાયેલા ત્રણેયની પૂછપરછ ચાલુ છે દરમિયાન ત્રણેય તસ્કરોનો કોઈ ગુનાહિત ઇતિહાસ ન હોવાનું જાણવા મળ્યું છે. તપાસમાં પીઆઇ વાય.બી.ગોહિલ ,પીએસઆઇ એસ.એસ.શેખ સહિત અન્ય 5 કર્મીઓની ટીમે કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...