દારૂની હેરાફેરી:અસલાલીમાં ટ્રાન્સપોર્ટ કંપનીના ટોઇલેટમાંથી દારૂની 252 બોટલ જપ્ત

વહેલાલ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અસલાલી પોલીસે 1.26 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 2 આરોપીને વોન્ટેડ જાહેર કરી પકડવા ચક્રો ગતિમાન કર્યાં

અસલાલી ટ્રાન્સપોર્ટ કંપનીના ગોડાઉનના ટોયલેટમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની રૂપિયા 1,26,000 ની 252 નંગ બોટલો સાથે બે ઇસમોને અસલાલી પોલીસે ઝડપી પાડ્યા છે જ્યારે બે વોન્ટેડ ઇસમોને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે અસલાલી પોલીસમાં નોંધાયેલ ફરિયાદ મુજબ અસલાલી પોલીસને બાતમી મળી હતી કે અસલાલી ટ્રાન્સપોર્ટ નગરના પ્લોટ નંબર 232,233 મા મહેન્દ્રસિંગ વિક્રમસિંગ ચૌધરી ટ્રાન્સપોર્ટની આડમાં ભારતીય બનાવટ ના વિદેશી દારૂની બોટલો સંતાડી વેચાણ માટે રાખેલ છે. બાતમીને આધારે અસલાલી પોલીસે ટ્રાન્સપોર્ટ નગરના ગોડાઉનમાં પહોંચી જઇ ગોડાઉનની ઓફિસમાં કામ કરતા કૃષ્ણ નથુરામ ઝાટ ને સાથે રાખી તપાસ કરતા ઓફિસમાં કંઈજ ના મળતા ઓફીસ બાજુની રૂમ ખોલી તપાસ કરતા રૂમમાં આવેલ ટોઇલેટના દરવાજાને લોક મારેલ આથી શંકા જતા ટોયલેટ ખોલવતા વિવિધ બોક્ષમાં વિવિધ બ્રાન્ડનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

બોક્ષમાં છુપાવેલ વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની રૂપિયા 1,26,000 ની 252 નંગ બોટલો મળી આવેલ.અંગ જડતી લેતા 10 હજારના બે મોબાઈલ તેમજ 1260 રોકડ મળી આવેલ આમ કુલ 137260 ના મુદામાલ સાથે બે ઈસમો કૃષ્ણ નથુરામ ઝાટ તેમજ રામાવતાર ઇશ્વરલાલ મેઘવાલ ને પકડી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે રાજસ્થાનના બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી તેઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે, અસલાલી ટ્રાન્સપોર્ટમાં બહારથી માલ લઇને આવતા ટ્રકોમાં છુપી રીતે દારૂની હેરાફેરી પણ કરવામાં આવી રહી છે. જેની બાતમી મળતા પોલીસે કાર્યવાહી કરી હતી. દારૂનો મુદ્દામાલ સગેવગે થાય તે પહેલા પોલીસે તેને પકડી લીધો હતો. જેના પગલે ચકચાર મચી છે. પોલીસે દારૂનો મોટો જથ્થો કબજે કરી કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...