ફરિયાદ:કુબડથલના દંપતીએ 2.28 કરોડની છેતરપિંડી આચરી પ્લોટો વેચી માર્યા

વહેલાલ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શીલજના પુત્ર અને માતા સાથે ઠગાઈ : કણભા પોલીસમાં ફરિયાદ

કુબડથલ મા રહેતા પતિ પત્નીએ શીલજમાં રહેતા ઇસમની માતાના નામે સંયુક્ત ભાગીદારીમા કુબડથલ ગામની સીમમાં ખેતીની જમીનો ખરીદીબિન ખેતી કરી પ્લોટિંગ કરી 2,28,35,557 રૂપિયાના પ્લોટ બારોબાર વેચાણ કરી અવેજની રકમ મેળવી ભાગીદાર મહિલાને એકપણ રૂપિયો આપ્યો નથી તેમજ પ્લોટ ખરીદનારને પણ વેચાણ દસ્તાવેજ કરી આપ્યો નથી અને કરોડોની અવેજની રકમ પરત નહિ કરતા ,ભાગીદારી મહિલાના પતિએ કુબડથલના પતિ પત્ની વિરુદ્ધ કણભા પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.

શીલજ ગામના કરણ ગૌતમભાઈ પટેલે તેઓના પિતાના કુબડથલ સ્થિત મિત્ર જીગર દીપકભાઈ પટેલ સાથે , તેઓની પત્ની રાગીણી પટેલ તેમજ કરણ પટેલની માતા કલ્પનાબેન પટેલના નામે સંયુક્ત ભાગીદારીમાં કુબડથલ ગામની સીમમાં 72 લાખમાં ખેતીની જમીનો ખરીદી એન.એ કરી 44 પ્લોટ પાડેલા આ પ્લોટો નું જીગર પટેલ તેમજ રાગીણી પટેલે કરણ પટેલ તેમજ તેઓની માતા કલ્પનાબેન પટેલની જાણ બહાર કુલ રૂપિયા 2,28,35,557 ની વેચાણ અવેજ લઈ વિવિધ પાર્ટીઓને વેચી ખરીદ રાખનારાઓને વેચાણ દસ્તાવેજ આપ્યા નથી તેમજ સરખા હિસ્સાના ભાગીદાર કરણ પટેલના માતા કલ્પનાબેન પટેલને પણ કોઈ રકમ આપી નથી .

આમ શીલજના કરણ પટેલને કુબડથલના ભાગીદાર જીગર પટેલના પત્ની રાગીણી પટેલે સંયુક્ત ભાગીદારીમાં 72 લાખમાં જમીન ખરીદી પલોટીંગ કરી પ્લોટો બારોબાર 2,28,35,557 લઈ વેચી મારી ભાગીદાર કલ્પનાબેન પટેલને હિસ્સાની રકમ નહિ આપી તેમજ ખરીદનારાઓને રકમ પરત કે દસ્તાવેજ નહિ કરી આપી કલ્પનાબેન તેમજ ખરીદનારાઓ સાથે છેતરપિંડી કરી છે.

મિત્રના પુત્ર માતા સાથે છેતરપિંડી કરી
દાખલ કરેલ ફરિયાદ મુજબ કુબડથલના જીગર દીપકભાઈ પટેલ કુબડથલમા રહે છે.જ્યારે કરણ પટેલ શીલજમાં રહે છે.જીગર પટેલ, કરણ પટેલના પિતા ગૌતમભાઈ પટેલના મિત્ર હતા જેઓ ઓગસ્ટ 2020 મા અવસાન પામ્યા છે.તેઓના અવસાન પૂર્વેજ સંયુક્ત ભાગીદારીમાં જમીન ખરીદી હતી.

અન્ય સમાચારો પણ છે...