મેગા કેમ્પનું આયોજન:‘રસી લેવા આવો’નો કોલ મળતાં જ વહેલાલ PHC હેઠળનાં 7 સેન્ટરમાં 2000 લોકોએ રસી લીધી

વહેલાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
PMના જન્મદિન નિમિત્તે  વહેલાલ PHC હેઠળના 7 સેન્ટરમાં 2000એ વેકસીન લીધી. - Divya Bhaskar
PMના જન્મદિન નિમિત્તે વહેલાલ PHC હેઠળના 7 સેન્ટરમાં 2000એ વેકસીન લીધી.
  • વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિત્તે મેગા કેમ્પનું આયોજન કરાયું હતું

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે સ્પેશ્યલ વેકસીનેશન અભિયાન હેઠળ વહેલાલ પીએચસી સેન્ટર હેઠળના સાત સેન્ટરમાં 2000 થી વધુ લોકોએ વેકીસન લીધી હતી. દસક્રોઈ મામલતદાર નિમેષભાઈ પટેલે ચૂંટણી હોય તે અંદાજમાં દસક્રોઈ ના પીએચસી સેન્ટરોની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું.

આ સમગ્ર આયોજન હેઠલ સરકારી શાળાની શિક્ષિકાઓ,આશા વર્કરો,આંગણવાડી કાર્યકરો,વહેલાલ નર્સિંગ કોલેજના વિધાર્થીઓના સહિયારા પ્રયાસ થકી વહેલાલ પીએચસી હેઠળના પરઢોલ,બિલાસિયા,હુકા,કઠવાડા, સિંગરવા ના સેન્ટરો પર એકજ દિવસમાં બે હજારથી વધુ લોકોએ વેકીસનના ડોઝ લીધા હતા. શિક્ષિકાઓ,આશાવર્કરોએ બીજા ડોઝ માટે 84 દિવસ પૂર્ણ થયા હોય તેઓને કોલ કરીને જાણકારી આપતા હતા કે બીજા ડોઝ માટે તમે વડાપ્રધાનના જન્મદિને સ્પેશ્યલ વેકસીન હેઠળ વેકીસન લેવા આવો, આ કોલ મળતાજ લોકો દોડી આવ્યા હતા. આશાવર્કરોના કોલથી ગામનાજ નહિ શહેરના નાગરિકો પણ બીજો ડોઝ લેવા આવી ગયા હતા. આમ વહેલાલ પીએચસી હેઠળના સાત સેન્ટરોમાં બે હજાર લોકોએ રસી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...