ગ્રામ પંચાયત ચૂંટણી:સરપંચ માટે 2 હજાર, સભ્ય માટે 1 હજાર ડિપોઝિટ ભરવી પડશે

વહેલાલ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા અને સામાન્ય સિવાયના સરપંચ ઉમેદવાર માટે 1 હજાર, સભ્ય માટે 500 ડિપોઝિટ નક્કી કરાઇ

ડિસેમ્બરમા દસક્રોઈ તાલુકાના 63 ગામમાં ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્ય ચૂંટણીઓ યોજાશે.આ અંગે 4 ડિસેમ્બરે ઉમેદવારી પત્રો ભરાશે. ઉમેદવારોએ અત્યારથી જ ઉમેદવારીપત્રો ભરતા ક્યાં ક્યાં પુરાવા રજૂ કરવા પડશે તે અંગે શરૂઆત કરવા માડી છે.

ગ્રામ પંચાયત ચૂંટણી 2021 ની પુરાવાની સુચી મુજબ 21 વર્ષની ઉંમર ધરાવતા ,ગામની મતદાર યાદીમાં નામ ધરાવતા નાગરીક સરપંચ પદ માટે તેમજ કોઈપણ વોર્ડમાંથી ડિપોઝીટની રકમ ભરી ઉમેદવારી નોંધાવી શકે છે. મતદાર યાદીમાં નામ હોય તો કોઈપણ વોર્ડમાંથી ઉમેદવારી નોંધાવી શકે પરંતુ ઉમેદવારની દરખાસ્ત કરનાર તેજ વોર્ડનો મતદાર યાદીમાં નામ ધરાવતો હોવો જોઈએ.અનામત સીટ માટે જાતિ અંગેનો સક્ષમ અધિકારીનો દાખલો હોવો જોઇએ.ઉમેદવાર શૌચાલય ધરાવે છે તેમજ કોઈપણ પ્રકારનું સરકારી લેણું બાકી નથી એ અંગેનું પ્રમાણ પત્ર તલાટી કમ મંત્રી પાસેથી લેવાનું અને ઉમેદવારી પત્ર સાથે બીડાણ કરવાનું રહેશે. ઉમેદવારી પત્ર સાથે ડિપોઝીટ ભર્યાની પહોંચ આપવાની રહેશે.સામાન્ય સીટ ના સરપંચ માટે 2 હજાર સભય માટે 1 હજાર,સામાન્ય સીટ સિવાયના સ્ત્રી,સા.શૈ.પ,અ. આ. જાત,અ. જા ની સરપંચ માટે 1000 ફી તેમજ સભ્ય માટે 500 રૂપિયા ડિપોઝીટ ભરવી પડશે.

અન્ય સમાચારો પણ છે...