નવી પહેલ:વિવિધ હોસ્પિટલમાં જઇ કોરોના પીડિતોને 2 હજાર પુસ્તકો આપ્યાં, અમદાવાદની મેન્ટલ હોસ્પિટલનો નવતર પ્રયોગ

વહેલાલ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારી વચ્ચે અનેક લોકો સંસ્થાઓએ ધન,ધન્ય માટે અનેક દાતાઓ આગળ આવેલા તેમ માનસિક આરોગ્ય  હોસ્પિટલ સંસ્થાના કર્મી અર્પણ નાયક અને અન્ય મિત્રોની ફેસબુક,વોટ્સ અપ ગ્રુપમાં એક અપીલથી કોરોના પોઝીટીવ દર્દીઓ માટે બે  હજારથી વધુ પુસ્તકો ખ્યાતનામ લેખકો,જજો, સંસ્થાઓ તરફથી  મળ્યા છે. જે અલગ અલગ કોરોના હોસ્પિટલોમાં અપાઈ રહી છે.જે વાંચીને અનેક કોરોના પીડિતો માનસિકરૂપે નીડર અને સ્વસ્થ બની કોરોનાને હરાવી રહ્યા છે.

કોરોના મહામારીનો મુકાબલો કરવા કોઈ દવા શોધાઈ નથી. સામાજીક અંતર, માસ્ક પહેરવું, વિવિધ આર્યુવેદિક દવાઓ યોગ તેનો ઉપાય છે. પીડિતને મિત્રો, સ્વજનોથી દૂર એકલો જ કોરોના દર્દીઓ અને ડોકટરોની વચ્ચે મોકલી દેવામાં આવે છે. કોરોનાએ વિશ્વમાં લાખ્ખોનો  ભોગ લીધો છે. આવા સમયે પોતાને કોરોના થયો છે અને તે પણ આમાંથી મુક્ત નહિ થઈ શકે તેવી માનસિકતાથી દુર કરવા માનસિક આરોગ્ય હોસ્પિટલ અમદાવાદ દ્વારા કોરોના પોઝીટીવની માનસિક સ્થિતિ પોઝીટીવ રાખવા તેઓને હિંમત આપવા પોઝીટીવ વિચાર આપતા પુસ્તકો અમદાવાદ શહેરની અલગ અલગ હોસ્પિટલમાં આપવાનું નવતર અભિયાન અપનાવાયું છે.અને અલગ અલગ હિસ્પિટલોમા 2000 હજારથી વધુ પુસ્તકો આપવામાં આવ્યા છે. આ અંગે  ડો. અજયભાઇ ચૌહાણ અધિક્ષક માનસિક આરોગ્યની હોસ્પિટલના માર્ગદર્શન હેઠળ સોલા સિવિલ,અસારવા સિવિલ, યુ. એન મહેતા, કેન્સર અને કિડની તેમજ વી.એસ  હોસ્પિટમાં ડો.હર્ષદ નાયકની ટીમ આ પુસ્તકો આપી આવે છે. 

અન્ય સમાચારો પણ છે...