અકસ્માત:આણંદથી અંબાજી પગપાળા સંઘના 2 પદયાત્રીને અકસ્માત, બડોદરા પાટિયા પાસે કારે ટક્કર મારતા પતિ-પત્ની ઘાયલ

વહેલાલ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પત્ની ઉપરથી કારનું ટાયર ફરી વળતા પેટના ભાગે ઇજાઓ

આણંદથી અંબાજી પગપાળા સંઘના 2 પદયાત્રીઓને કારે ટક્કર મારતા પતિ-પત્ની ઘાયલ થયા હતા. પત્ની ઉપર ટાયર ફરી વળતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં હતા. આણંદથી મોટા અંબાજી પગપાળા સંઘ વાયા કનીજથી સવારે 3 વાગે વાંચ ગામની સીમમાં બડોદરા પાટિયા પાસે પહોંચ્યો હતો.

પદયાત્રીઓ બડોદરા પાટિયા સેવા કેમ્પ ખાતે ચા-નાસ્તો કરી 5 વાગે અંબાજી તરફ પ્રયાણ કરતાં, ખેડા જિલ્લાના રાજોડપુરા ગામના વિનોદભાઈ છગનભાઇ દરજી તેમજ તેઓના પત્ની રંજનબેન પગપાળા રોડ સાઈડમાં જતા હતા તે દરમિયાન મહેમદાવાદ તરફથી 1 કાર પુરઝડપે આવી પાછળથી ટક્કર મારતા વિનોદભાઈને જમણા પગે એડીના ભાગે ઇજાઓ થયેલ જ્યારે રંજનબેનને ટક્કર વાગતા રોડ પર પડી ગયેલા અને કાર તેઓના ઉપરથી પસાર થઈ જતા કારના પાછળના પૈડાની નીચે આવી જતા છાતીના તેમજ પેટના ભાગે ગંભીર ઇજાઓ થયી હતી.

ચાલક કાર સાથે ભાગી ગયો હતો. પતિ-પત્નીને ટક્કર મારતાં પદયાત્રીઓ ભેગા થઈ ગયાં હતા અને 108 ને બોલાવતાં ઘાયલ રંજનબેનને અમદાવાદ એલજી હોસ્પિટલમાં દાખલ કરાયાં હતા. વહેલી સવારે અંધારું હોવાથી કોઈએ કારનો નંબર જોયો નહોતો. આમ અજાણ્યા વાહને અંબાજી પગપાળા જતા પતિ-પતિને પાછળથી ટક્કર મારતાં, અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ વિવેકાનંદ નગર પોલીસમાં ફરિયાદ દાખલ કરાઇ હતી. આમ આણંદથી અંબાજી પગપાળા સંઘના 2 પદયાત્રીઓને બડોદરા પાટીયા પાસે કારે ટક્કર મારતા પતિ-પત્ની ઘાયલ થયાં હતા. પત્ની ઉપરથી કારનું ટાયર ફરી વળતા પેટના ભાગે ઇજાઓ થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...