ગત 6 માર્ચના રોજ રાત્રિના સમયે ઢસાના યુવાનને પેસેન્જર તરીકે રિક્ષામાં બેસાડીને રિક્ષાચાલક તેમજ તેના સાગરિતે લૂંટ કરી હતી. તેઓ યુવાનને બોપલ પો.સ્ટે. વિસ્તારના શીલજ ગામ રાંચરડા રોડ ઉપરની અવાવરૂ જગ્યાએ લઈ ગયા હતા. બાદમાં માથાના ભાગે સળિયાથી માર મારી ઈજાઓ પહોંચાડી, 50 હજારનો મોબાઈલ ફોન તથા રોકડા 10 હજાર લૂંટી નાસી ગયા હતા. ભોગ બનનાર યુવાને બોપલ પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી જેના અનુસંધાનમાં પોલીસે તપાસ કરતા હ્યુમન સોર્સના આધારે બે ઈસમોને રોકડા 10 હજાર તેમજ 50 હજારના મોબાઈલ ફોનના મુદ્દામાલ સાથે પકડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પકડાયેલા 2 આરોપીઓમાં ગજેન્દ્ર રણછોડભાઈ પરમાર, રહે. ઘાટલોડીયા, અમદાવાદ તેમજ પવન ઉર્ફે પપ્પુ ડુંગરભાઈ અહારી, રહે. હેબતપુર ગામ ભઠ્ઠીપુરા, અમદાવાદનાઓનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરાયેલા 50 હજારના ફોન સહિત અન્ય વિવિધ કંપનીના 5 એમ કુલ 6 મોબાઈલ ફોન અને રોકડા 10 હજાર કબજે લીધા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.