જીવદયા:આંબા હોટલ પાસેથી 8 પાડા સાથે 2 ઇસમ ઝડપાયા

વહેલાલ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાડાને કતલખાને લઇ જતા હોવાની કબૂલાત કરતાં પકડાયેલા શખસો

કણભા પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન આંબા હોટલ બ્રિજ પાસે મહેન્દ્રા પિક અપ ડાલામાં ભરી અમદાવાદ દાણીલીમડા કતલખાને લઈ જવાતા અઢી વર્ષના આઠ પાડાઓ સાથે બહિયલના બે ઇસમોને ઝડપી પાડ્યા છે.

કણભા પોલીસ નાઈટ પેટ્રોલિંગમા હતી તે દરમિયાન આંબા હોટલ બ્રિજ નીચે કઠલાલ અમદાવાદ હાઇવે પાસે મહેન્દ્રા પિકઅપ ડાલાને ઉભું રાખી તપાસ કરતા ડાલામાં દોરડા વડે આઠ પાડા બાંધ્યા હતા. ડાલામા બેઠેલ બે ઈસમોના નામ પૂછતા સાહિલ રફીકભાઈ કડીયા, મુસ્તકીન મુસ્તુભાઈ ભટિયા (બંને દહેગામ તાલુકાના બહિયલના) હોવાનું જણાવ્યું હતું.

પોલીસે ઢોરની હેરાફેરી માટે આરટીઓનું પ્રમાણપત્ર માંગતા આપ્યું ન હોતું. આઠ પાડા ક્યાંથી લાવ્યા અને ક્યાં લઈ જાઓછો પૂછતા જણાવ્યું હતું કે ત્રણ પાડા છીપયલની મુવાડી અનવરભાઈના તબેલેથી, ત્રણ પાડા તેમના ભાઈ અલતાફ પાસેથી અને બે પાડા ઇસનપુર ડોડીયા જગાભાઈ વાઘરી પાસેથી ખરીદી અમદાવાદ દાણીલીમડા ઢોર બજારમાં કતલ કરતા વેપારીને વેચવા લઈ જઈએ છીએ તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...