કાર્યવાહી:અસલાલી પોલીસ દ્વારા 6 આરોપીઓની 174750ના મુદામાલ સાથે ઝડપાયા

વહેલાલએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટીંબામાંથી રેલ પ્રોજેકટની 1.50 લાખની પ્લેટ ચોરીનો ભેદ 2જ દિવસમાં ઉકેલાયો
  • 6 પૈકી 5 આરોપી 19 થી 21 વર્ષના, ​​​​​​​પ્લેટોને ઓગળી ગઠ્ઠા બનાવી દીધા હતા

ટીંબા ગામની સીમમાંથી રેલવે લાઈનની સાઇટ પરથી લોખંડની 1,50000 ની 121 પ્લેટો ચોરી થયાની ફરિયાદ અસલાલી પોલીસમાં નોંધાઇ હતી. આ અંગે અસલાલી પોલીસે અલગ અલગ ટિમો બનાવી તપાસ કરતાં ગણતરીના દિવસોમાં 6 આરોપી તસ્કરોને 1,74,750ના મુદામાલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથધરી હતી. 6 આરોપીઓ પૈકી 5 ગુનેગારો 19 થી21 વર્ષના છે.

ટીંબા ગામની સીમમાંથી પસાર થતી રેલવે લાઈનની સાઇટ પરથી કોઈ અજાણ્યા ઈસમો લોખંડની 121 પ્લેટો લાકડાની પેટીઓ તોડી ચોરી ગયા હોવાની ફરિયાદ એરિયા મેનેજર દેવેન્દ્ર મિશ્રાએ 2 સપ્ટેમ્બરે દાખલ કરી હતી. ફરિયાદ મુજબ લોખડની નાની મોટી અલગ અલગ સાઈઝની પ્લેટો ચોરાઈ હતી. જૂન થી 25 ઓગસ્ટના સ્ટોકના આધારે તપાસતાં 121 પ્લેટો 1,50,000ની ચોરાઈ હોવાનું જણાયું હતું.

ચોરીની તપાસ બાદ અસલાલી પોલીસે અલગ અલગ ટિમો બનાવી તપાસ હાથ ધરતાં 6 આરોપીઓ 80 હજારની સી.એન.જી રીક્ષા, 30 હજારના 5નંગ મોબાઈલ, 40 હજાર રોકડા, લોખડના 550 કિલોના 24750ના ગઠ્ઠા મળી કુલ 174750 સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલા 6 ગુનેગારોમાં દશરથભાઈ રાવજીભાઈ ઠાકોર રહે. જૂનું નવાપુરા, વિશાલભાઈ પુનમભાઈ ઠાકોર રહે.મહિજડા, કમલેશભાઈ દિનેશભાઇ ઠાકોર રહે.બારેજા, જયેશભાઇ દશરથભાઈ ઠાકોર રહે.ટીબા, મુકેશકુમાર નોલારામ બેલાઈ રહે.રાયપુર રાજસ્થાન, છોટુભાઈ ભાગુનાથ યોગી નારોલ મૂળ રાજસ્થાનનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...