દારૂની હેરાફેરી:થેલાની આડમાં છુપાવેલો 10 લાખનો દારૂ પકડાયો

વહેલાલ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

છેલ્લા ત્રણ દિવસથી પીએમ મોદીના બોપલ કાર્યક્રમના બંદોબસ્તમાં કણભા પીએસઆઇ સહિત 15 જેટલા પોલીસ કર્મીઓ વ્યસ્ત હતા ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલે દસક્રોઈ ના વહેલાલ સીમમાં આવેલ ઔધોગિક એકમની એક ફેકટરીમાં દરોડો પાડી વિદેશી દારૂની રૂ. 1000080 ની 4498 નંગ બોટલો ઝડપી છે.

આ અંગે કણભા પોલીસમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દાખલ કરેલ ફરિયાદ મુજબ વહેલાલ ગામના વાઇબ્રન્ટ ઇન્ડ એસ્ટેટ ના પ્લોટ નંબર 4 મા વિદેશી દારૂની બોટલનો જથ્થો છુપાવ્યો છે. બાતમીને આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ ટીમે રેઇડ કરતા મમરના થેલાની આડમાં છુપાવેલ દારૂની બોટલો મળી આવેલ. પ્લોટ નંબર 4 મા આવેલ રૂમની આગળ મમરાના થેલા મૂકી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો બોક્ષમાં છુપાવી હતી. બોક્ષમાંથી રૂપિયા 10,00080ની 4498 બોટલો ઉપરાંત મોબાઈલ અને રોકડ રકમ સાથે કુલ 10,15,930 નો મુદામાલ કબ્જે લેવામાં આવેલ.એક માસથી પ્લોટમાં દારૂનો જથ્થો ખરીદ વેચાણ થતું હતું. શાંતિલાલ નારાય લાલજી મીના,સુરેશ ક્લાસવ ા, સોમા જગદીશ મીના ને ઝડપી લીધો છે જ્યારે વોન્ટેડ. સોનુ લક્ષ્મણજી રાજપૂત, પંછી, પવન, અજય ,રવીન્દ્ર, મુતજર હુસેન પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.

પીઆઇ સહીત 15 કર્મી 3 દિવસથી બંદોબસ્તમા હતા પીએસઆઇ નું સસ્પેન્ડ અટકાવશે ? : કણભા પીઆઇ આર.એસ. શેલાના અને કણભા પોલીસ સ્ટેશનના 15 કર્મીઓ પીએમ મોદીના બોપલ ઈસરો ઇન સ્પેસ સેન્ટરના ઉદ્દઘાટનમાં પ્રસંગે છેલ્લા ત્રણ દિવસથી બંદોબસ્તમા હતા ત્યારે કણભા પોલીસની હદમાં વહેલાલ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં બુટલેગરોએ દારૂનો મોટો જથ્થો ઉતાર્યો હતો. કણભા પોલીસ સ્ટેશન હદમાં દારૂની હેરાફેરી,ચોરી લૂંટફાટ ના બને તે માટે સતર્ક રહે છે.પીએમ કાર્યકમમાં પોલીસ કર્મીઓ વ્યસ્ત હતા તે ધ્યાનમાં લેવાય તોજ સસ્પેન્ડ થતા બચી શકે છે.

અન્ય સમાચારો પણ છે...