તસ્કરી:વહેલાલમાં 3 મહિનામાંજ સોલારની વધુ 1 પેનલની ચોરી

વહેલાલ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોમાં સોલાર પેનલની સલામતીને લઈ ચિંતા સાથે ફફડાટ

3 માસમાં બીજી વાર વહેલાલમાં એકજ ખેત માલિકની સોલાર પેનલ પ્લાન્ટથી ચાલતાં ટ્યુબવેલના સોલર પ્લાન્ટની વધુ 1 સોલાર પેનલની તસ્કરો ચોરી કરી જતાં, સોલર પ્લાન્ટથી ચાલતા અન્ય ખેડૂતોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ અંગે કણભા પોલીસમાં જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવી તપાસ હાથધરી હતી.રાજ્ય સરકારની સૂર્યશકિત કિસાન યોજના અંતર્ગત વહેલાલ ગામમાં 12 ખેડૂતો પોતાના બોરવેલ સોલાર પેનલ પ્લાન્ટથી ચલાવે છે.

શુક્રવારની રાત્રિએ તસ્કરો બ્રહ્માણી મંદિર પાસે આવેલ મુકેશભાઈ રાવજીભાઈ પટેલના 136 સોલાર પેનલોના સોલાર પ્લાન્ટમાંથી વધુ 1 સોલાર પેનલનું ચાલુ વીજ કનેક્શન ચાલાકી પૂર્વક કાપી ઉઠાંતરી કરી લઈ ગયા હતા. આજ ખેડૂતના સોલર પ્લાન્ટની 1 સોલર પેનલ 6 જૂન 2022 ના રોજ ચોરાઈ હતી. આમ 3 મહિનાના ગાળામાંજ એકજ ખેડૂતની બીજી સોલર પેનલ ચોરાતા વિસ્તારમાં ચકચાર મચી હતી.આ અંગે ખેડૂત ધ્વારા કણભા પોલીસમાં જાણ કરાતા કણભા પોલીસે ઘટના સ્થળે આવી પ્રાથમિક તપાસ હાથધરી હતી.સોલાર પેનલની તસ્કરીની ઘટના બાદ વહેલાલ સીમમાં આવેલ અને સોલાર પેનલથી ચાલતા 12 સોલાર ટ્યુબવેલના ખેડૂતોમાં સોલાર પેનલની સલામતીને લઈ ચિંતા સાથે ફફડાટ વ્યાપી ગયી હતીે.

અન્ય સમાચારો પણ છે...