અકસ્માત:હાથીજણ નજીક એક્ટિવા ડિવાઈડર સાથે અથડાતા 1નું મોત

વહેલાલ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 2મિત્રને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા
  • 3 મિત્ર એકજ એક્ટિવા પર આમસરણ સ્વિમિંગ પુલમાં નાહવા જતા હતા

અમદાવાદ ગોમતીપુર મા રહેતા ત્રણ મિત્રો એકજ એક્ટિવાપર બેસી આમસરણ ગામ સ્વિમિંગ પુલમાં નાહવા જતા હતા ત્યારે હાથીજણ સર્કલ પાસે એક્ટિવા ચાલક યુવાને કાબુ ગુમાવતા એક્ટિવા ડિવાઈડર સાથે અથડાયું હતું. ત્રણ પૈકી એકનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું અને અન્ય બે યુવાઓ ઘાયલ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

અમદાવાદ ગોમતીપુરમા રહેતા ગોમતીપુર મા રહેતા ત્રણ મિત્રો મોઇનખાન પઠાણ,મહમદ આસિફ,જાકિર હુસેન મહેમદાવાદ પાસે આવેલા આમસરણ ગામ સ્વિમિંગ પુલમાં નાહવા માટે એકજ એક્ટિવા પર ત્રણ સવારી જતાં હતાં એક્ટિવા મોઇનખાન ચલાવી રહ્યો હતો.

દરમિયાન એક્ટિવા હાથીજણ બાગવન હોટલની આગળ જુના જકાત નાકા પાસે પહોંચતા મોઇને એક્ટિવા પરનો કાબૂ ગુમાવેલ અને એક્ટિવા રોડ ડિવાઈડર સાથે અથડાતા ત્રણેય જણા રોડપર પડી ગયા હતા જેમાં મહમદ આસિફ,જાકિર હુસેનને ગંભીર ઇજા થઈ હતી જ્યારે મોઇનખાનનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું.ઘાયલોને મણિનગર એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...