વિવેકાનંદ નગર પોલીસે બાતમીને આધારે વાંચ ગામની સીમમાં જારના ખેતરમાં સંતાડેલી ઈંગ્લીશ દારૂની રૂપિયા 29000 ની 58 નંગ બોટલો સાથે આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. વિવેકાનંદ નગર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે વાંચ ગામની સીમમાં વાંચ ગામના ઇસમ અર્જુનજી જેસંગજી ઠાકોરે મકાનની બાજુમાં આવેલા જારના ખેતરમાં ઈંગ્લીશ દારૂની બોટલોનો જથ્થો સંતાડયો છે. પોલીસ જારના ખેતરમાં પહોંચી હતી.
જ્યા ખેતરમાં કોઈ ઇસમ ટોર્ચના અજવાળે કાંઈક કરતો હોવાનું જણાતા પોલીસે કોર્ડન કરી તેની પૂછપરછ કરતા તેનું નામ અર્જુનજી જેસંગજી ઠાકોર વાંચ ગામ ગૌચરની જમીનમાં રહેતો હોવાનું જણાવ્યું વધુ તપાસ કરતા ખેતરમાંથી ઈંગ્લીશ દારૂની 58 નંગ બોટલો જેની કિંમત 29000 થાય છે તે મળી હતી તેમજ અંગજડતી દરમિયાન ત્રણ હજારનો મોબાઈલ મળી આવ્યો હતો. દારૂ ક્યાંથી લાવ્યાે તેઅંગે પૂછતા આ જથ્થો મહેશ ઉર્ફે મામૂ ગતરાડ પાસેથી લાવ્યો હોવાનું કબુલ્યું હતું. પોલીસે દારૂના જથ્થા સાથે અર્જુનજી ઠાકોરને પકડી કાર્યવાહી હાથ ધરી દારૂ મોકલનાર મહેશને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.