તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડાકોરમાં બેન્ક મેનેજરની આડોડાઇના કારણે 95 વર્ષિય લકવાગ્રસ્ત ખાતેદારને હાલાકી ભોગવવી પડી હતી. લોકડાઉનમાં રીક્ષા ન મળતાં તેમને લારીમાં લઇ બેન્કમાં લાવવા પડ્યાં હતાં. ડાકોરના રણછોડભાઈ ઠાકોર લકવાગ્રસ્ત હોઇ તેઓના પરિવારજનો બેન્ક ખાતે રકમ ઉપાડવા ગયા ત્યારે તેઓ સાથે તોછડું વર્તન કરી જે તે ખાતેદારને બેન્ક ઉપર સહી કરવા આવવું પડશે. જેથી બેન્ક બહાર ખાતેદારો વચ્ચે કોલાહલ થતા હતપ્રદ થયેલા બેન્ક મેનેજરે બહાર આવી હાથલારીમાં 95 વર્ષીય ખાતેદાર ને જરૂરી કાર્યવાહી કરી રકમ આપી જવાની ફરજ પડી હતી.
મારી પાસે કોઇ વાત કરવા આવ્યું નથી
ખાતેદારને બેન્કમાં જ બોલાવવાનો આગ્રહ રાખ્યો હોય તે વાત ખોટી છે. મારી પાસે કોઇ જ વાત કરવા આવ્યું નથી. સીધા જ બેન્કમાં લાવવામાં આવ્યાં હતાં અને જણાવવામાં આવ્યું હતું. બેન્ક મિત્ર થકી વરિષ્ઠ નાગરિકોને સહકાર આપવામાં આવે છે. આ ઉપરાંત ઘટના સમયે ખાતેદારના પત્નીને પણ દુર રાખવામાં આવ્યાં હતાં અને તેઓ જાતે જ કોઇના વાત સાંભળી આ નિર્ણય પર આવ્યાં હોવા જોઈએ. - હિમાંશુભાઈ, બેન્ક મેનેજર, ડાકોર.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.