તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:ડાકોરમાં રસોઇ બાબતે પત્ની સાથે ઝઘડો થતાં કોન્સ્ટેબલનો આપઘાત

ડાકોર10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જમવાનું સાદુ બનાવતાં બન્ને વચ્ચે તકરાર ઃ પોલીસે સ્યુસાઇડનોટ કબજે લીધી

ડાકોર પોલીસ સ્ટેશનમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતાં કોન્સ્ટેબલે મંગળવારની મોડીરાત્રિના સુમારે કોઇ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇને જીવાદોરી ટૂંકાવી દીધી હતી. ડાકોર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.બી.ચૌહાણના વાહનના ડ્રાઇવર તરીકે ફરજ બજાવતાં દિવ્યંતકુમાર કીરીટભાઇ પરમાર (ઉવ.33) રહે.બી/24, પોલીસ ક્વાટર્સ, ડાકોર)એ ગળાફાંસો ખાઇને આપઘાત વ્હોરી લીધો હતો. આ અંગે મૃતકના પત્ની નીશાબેન દિવ્યંતકુમાર પરમારે ડાકોર પોલીસમથકમાં જાહેરાત આપી હતી.

આ ઘટનામાં પોલીસની પૂછતાછમાં મૃતકના પત્ની નીશાબેન તથા માતા-પિતાએ જણાવ્યા મુજબ દિવ્યંતકુમાર ખેંચની બીમારીથી પીડાતા હોઇ અને જેનાથી તેઓ કંટાળી ગયા હોઇ તથા ગત તા.12/05 ના રાત્રિના પત્ની સાથે જમવાનું બનાવવા બાબતે બોલાચાલી થતાં જેના કારણે આત્મહત્યા કરી હોય તેવું મૃતકના જણાવ્યું હતુ. પોલીસને ઘટનાસ્થળેથી મૃતકે લખેલી સ્યુસાઇડ નોટ મળી આવતાં તેને કબજે લઇ સર્કલ ઇન્સ્પેક્ટર એન.આર.વાઘેલાએ તપાસ હાથ ધરી હતી.આ  બનાવની જાણ થતાં મૃતકના પરિવાજનો પણ દોડી આવ્યાં હતા. પોલીસે મૃતક દિવ્યંતકુમારે લખેલી સ્યુસાઇડનોટ કબજે લીધી છે. જેમાં દિવ્યંતકુમારે પોતે કરેલ આત્મહત્યા પાછળ કોઇપણ માણસનો હાથ નથી તેવું લખેલ છે. તથા મૃતકના પરિવારના માણસોની પૂછપરછમાં પણ તેઓને દિવ્યંતભાઇની આત્મહત્યા બાબતે કોઇ ઉપર શક-વહેમ નથી તેમ જણાવેલ છે.
11મીએ ખેંચ આવતાં દવાખાને ખસેડાયા હતા
 ડાકોર પોલીસ લાઇનમાં રહેતાં અને ડ્રાઇવર તરીકે ફરજ બજાવતાં કોન્સ્ટેબલ દિવ્યંતકુમાર પરમાર મૂળ બનાસકાંઠાના ઇડર તાલુકાના વસઇ ગામના વતની હતા. તેઓને ખેંચની બીમારી હતી. તેમને આત્મહત્યાના બનાવના આગળના દિવસે 11મી મેના ચાલુ ફરજે ખેંચ આવતાં સારવાર માટે દવાખાને ખસેડાયા હતાં. -  એન.આર. વાઘેલા, સર્કલ ઇન્સ્પેક્ટર, ડાકોર.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો