તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:દહેગામ શહેરમાં આજથી સવારે 5 કલાક કરિયાણા અને શાકભાજી વેચાશે

દહેગામ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

દહેગામ શહેરમાં લોકડાઉનનો સંપૂર્ણ અમલ થાય અને કોરોનાનું સંક્રમણ અટકે તેના માટે નગરપાલિકા દ્વારા તારીખ 11થી 17મી મે સુધી શહેરમાં દૂધની ડેરી અને દવાની દુકાનો સિવાય  જીવન જરૂરી વસ્તુઓનું વેચાણ કરતી દુકાનો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે તારીખ 14મી સુધીમાં શહેરમાં એકપણ કેસ નહી નોંધાતા અને અમદાવાદમાં પણ તારીખ 15મીથી જીવન જરૂરી ચીજવસ્તુઓનું વેચાણ શરૂ કરવામાં આવનાર હોવાથી દહેગામ નગરપાલિકા દ્વારા પણ તારીખ 15ના રોજથી સવારે 6થી 11 વાગ્યા સુધી કરિયાણાની દુકાનો અને શાકભાજીનું વેચાણ કરવા માટે નિયમ મુજબની છૂટ અપાઈ છે.
વેપારીઓ દ્વારા પુન: તપાસ કરાવી હેલ્થ સ્ક્રિનિંગ કાર્ડ રીન્યુ કરાવી લેવામાં આવ્યા
 દહેગામ શહેરમાં કરિયાણા, દૂધની ડેરી, દવાની દુકાન ધરાવતા વેપારીઓ દુકાનમાં કામ કરતા કામદારો અને શાકભાજીનું વેચાણ કરતા ફેરિયાઓ માટે હેલ્થ સ્ક્રિનીંગ ફરજિયાત કરીને દર સપ્તાહે તપાસ બાદ કાર્ડ રિન્યુ કરાવવાની જાહેરાત નગરપાલિકા દ્વારા કરાઈ હતી. જેના પગલે શહેરમાં 800 જેટલા લોકોએ તપાસ કરાવી હેલ્થ કાર્ડ મેળવ્યા હતાં. દરમિયાન શુક્રવારના રોજથી સવારના 6થી 11 વાગ્યા સુધી  કરિયાણા અને શાકભાજીનું વેચાણ કરવા માટે સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમ મુજબ છૂટછાટ આપવામાં આવતા ગુરૂવારે વેપારીઓ દ્વારા પુન: તપાસ કરાવી હેલ્થ સ્ક્રિનિંગ કાર્ડ રીન્યુ કરાવી લેવામાં આવ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો