તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:દહેગામ તાલુકાના શાકભાજી ઉગાડતાં ખેડૂતોને વળતરની માગ

દહેગામ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના વાઈરસથી દહેગામ તાલુકામાં શાકભાજીનું વાવેતર કરનારા ખેડૂતોને વેચાણમાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે ઝાક ગામના સરપંચે મુખ્યમંત્રીને પત્ર લખી સોશિયલ મીડિયા દ્વારા વળતરની રજૂઆત કરી છે. દહેગામ તાલુકાના ખેડૂતો દ્વારા ગુવાર, દૂધી, રીંગણા, ચોળી, ભિંડાનું વાવેતર કરાયું છે. ગાંધીનગર જિલ્લો હાલ કોરોના વાઈરસના કારણે રેડ ઝોનમાં છે, બીજી તરફ જિલ્લાના હોલસેલ શાકમાર્કેટો ઉપરાંત તાલુકા મથકોએ શાકભાજીનું વેચાણ બંધ છે. ખેડૂતો ઉપજ વેચી શક્તા નથી તો કેટલાક કિસ્સામાં ખેડૂતોને બહુ ઓછા ભાવે વેચાણ કરવું પડે છે. ચોળી કે જેનો 20 કિલોનો ભાવ 1500 હોવો જોઇએ તે હાલ રૂ.300થી 500માં આપી દેવું પડે છે. ખેડૂતોને વળતર માટે ઝાકના સરપંચ સુહાગ પંચાલે માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો