તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:ચોટીલાની સનરાઈઝ સોસાયટીમાં રૂ.500ની જુની નોટો ફેંકાતા આશ્ચર્ય

ચોટીલા10 મહિનો પહેલા
 • કૉપી લિંક

ચોટીલાની સનરાઇઝ સોસાયટીના જાહેર રસ્તા પર અજાણ્યા શખ્સો  દ્વારા જુની ચલણી નોટો ફેંકી દેવામાં આવતા લોકોએ ચોટીલા પોલીસને જાણ કરી હતી. ચોટીલામાં તા.10-5-2020ની રાત્રે પોસ વિસ્તાર એવા શાસ્ત્રીનગરમાં આવેલ સનરાઈઝ સોસાયટીના જાહેર રસ્તા પર અજાણ્યા શખ્સો દ્વારા ફેંકી દેવામાં આવેલી જુના ચલણની રૂ 500 ના દરની ત્રણ નોટો તેમજ ચલણી રૂ.100 ની ત્રણ અને રૂ.50 ની ત્રણ નોટો લોકોને ધ્યાને આવી હતી. આથી ચોટીલા પોલીસને જાણ કરતા દક્ષેશભાઈ બારીયા, શેખભાઇ રોજીયા સહિતના પોલીસ ટીમે સ્થળ પર જઈને આ નોટો જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી હતી.આ અંગે એએસઆઈ દક્ષેશભાઈ બારીયાએ જણાવ્યું કે આ નોટોને એફએસએલમાં ચકાસણી માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો