તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉન:ચોટીલા અને સાયલાના કોંગ્રેસી આગેવાનોને પોલીસે નજરકેદ કર્યા

ચોટીલા10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • શ્રમિકોને ભાડાની રકમ આપવા નીકળ્યાં હતાં
 • મામલતદારે નાણાં સ્વિકારવાનો નનૈયો ભણ્યો : પુર્વ જિ.પં.પ્રમુખ

ભારત સરકારે લોકડાઉનમાં  ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં  ફસાયેલ શ્રમીકોને પોતાના વતન જવા માટે  છુટછાટ આપી છે. ત્યારે તેમને વતન મોકલવાના ભાડા મુદ્દે ભાજપ, કોંગ્રેસ અને તંત્ર સામસામે આવી જતા વિવાદ વકર્યો છે. ત્યારે શ્રમીકો સુધી પહોંચે પહેલા ચોટીલા અને સાયલામાં કોંગ્રેસી આગેવાનોને નજર કેદ કરાયા હતા. ચોટીલા | રવિવારે શ્રમિકો વતન જવા નિળવાના હતા. આ દરમિયાન તેમના ભાડાની રકમ રોડકમાં ચુકવવા નિકળેલ ચોટીલા, થાન, મુળીના કોંગ્રેસી ધારાસભ્ય ઋત્વીકભાઇ મકવાણા અને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પનાબેન ધોરીયાને પોલીસ સ્ટેશન ખાતે નજરકેદ કરાયા હતા.  આ અંગે ધારાસભ્યએ જણાવ્યુ કે હું અને જિલ્લા પંચાયત પ્રમુખ બન્ને સાયલા ગામેં શ્રમિકોને ભાડાની રકમ રોકડ આપવા માટે નીકળ્યા હતા. તો સાયલા ગામે ભાજપ વાળાઆ શ્રમિકોને સહાય કિટો અર્પણ કરતા હતા. તો મને લાગી આવે છે કે કલેકટર, મામલતદાર સહિત અન્ય અધિકારીઓએ ભાજપના ભગવા ધારણ કર્યા  છે. સાયલા | સાયલાના સુદામડા રસ્તે આવેલી કવોરીમાં ક્રોંગ્રેસ જિલ્લા પ્રમુખ મનુભાઇ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ચેતનભાઇ ખાચર, રૈયાભાઇ રાઠોડ, પિન્ટુભાઇ જાડેજા સહિતના કાર્યકરો 212 જેટલા પર પ્રાંતિયોને ભાડાની રકમ આપવા જતા  હતા. આ દરમીયાન સી.પી.આઇ અને સાયલા પી.એસ.આઇ સહિતના પોલીસ કર્મીઓએ તમામ ક્રોગ્રેસ કાર્યકરોને કવોરીના પરિસરમાં નજરકેદ કરવામાં આવતા સરકારની નીતી સામે ક્રોગ્રેસમાં રોષ ફેલાયો હતો. આ અંગે ચેતનભાઇ ખાચરે જણાવ્યું  કે સરકાર ભાડુ ચૂકવતી નથી અને અમો એક વ્યક્તિનું રેલ્વેનું ભાડુ રૂ.520 ચૂકવવાની તૈયારી ચેક અથવા રોકડથી છે.પરંતુ મામલતદારે ચેક સ્વિકારવાનો નનૈયો ભણતા હવે અમો મજુરોના ઘર સુધી પહોંચીને જરૂરીયાતમંદોને ભાડાની રકમ આપીશું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો