તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:બોટાદમાં 2 દિવસ ચીજવસ્તુ માટે બજાર ખુલ્લાં રહેશે

બોટાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ભીમનાથ અને રાણપુરમાં પેસેન્જરોની સ્ક્રિનિંગ ચેકપોસ્ટ કાર્યરત

બોટાદઃ જિલ્લામાં27 માર્ચથી આવશ્યક ચીજ વસ્તુઓની હોમ ડીલીવરી શરૂ કરાઈ છે.  લોકો તથા વેપારીઓ બન્ને તરફથી પણ સારો પ્રતિસાદ સાંપડી રહ્યાે છે.બોટાદના મુખ્ય દુઘ વિક્રેતા દિ૫ક ડેરી દ્વારા આજે રોજ સવારના6-00 થી 10-00 કલાક સુઘીમાં 1200 લીટર દૂઘની હોમડીલીવરી કરવામાં આવી હતી જ્યારે કીરાણાની ચીજ વસ્તુઓની હોમ ડીલીવરી કરવા માટે 325 જેટલા વેપારીઓને પાસ આ૫વામાં આવ્યા છે.
જીવન જરૂરી વસ્તુ માટેના બજારો ચાલુ રાખાશે
શાકભાજીના અલગ-અલગ ત્રણ સ્થળોએ કામચલાઉ શાકભાજી બજારો ઉભા કરવામાં આવ્યા તેમજ કુલ -165 શાકભાજીના ફેરીયાઓને સવારના 7-00 થી 10-00 સુઘીના ફેરી કરવા માટેના પાસ ઇસ્યુ કરવામાં આવ્યા છે. 7 ફળોના વેપારી તથા 32 શાકભાજીના વેપારી એમ કુલ-39 વેપારીઓએ હોમડીલીવરી કરવાની તૈયારી દર્શાવતા તેમના નામ અને મોબાઇલ નંબર જાહેર કરવામાં આવ્યા છે. આગામી સપ્તાહમાં બે દિવસ રવિવાર અને બુઘવારે કરીયાણા, શાકભાજી તથા દુઘ અને જીવન જરૂરી વસ્તુ માટેના બજારો ચાલુ રાખી શકાશે. એ સિવાયના દિવસોમાં હોમ ડીલીવરીથી આવી ચીજવસ્તુઓ મેળવવાની રહેશે. ભીમનાથ રાણપુર ગઢડા તાલુકાના ઢસા જંકશન ખાતે પેસેન્જરોની સ્ક્રિનિંગ ચેકપોસ્ટ કાર્યરત છે.
7626 દર્દીઓને સારવાર આપી 
આ તમામ ચેકપોસ્ટમાં પેસેન્જરોનું મેડીકલ ટીમ દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં ગુજરાત બહારના તેમજ અન્ય જિલ્લાના શરદી કે ઉધરસની સામાન્ય તકલીફ વાળા વ્યક્તીઓને મેડિકલ ઓફિસર દ્વારા ચકાસણી કરી  સ્વૈચ્છિક હોમ કોરેન્ટાઈન્ડ રહેવા સૂચના આપવામાં આવી છે. આ સિવાય સામાન્ય શરદી ઉધરસ વાળા 7626 દર્દીઓને સારવાર આપી સ્વૈચ્છિક કોરેન્ટઇન્ડ રહેવા સૂચના આપવામાં આવી છે. આરોગ્ય વિભાગ, સરકારી કચેરીઓ, બેંક, ધાર્મિક જૂથો, સ્વૈચ્છિક સંસ્થાઓ, કંપનીઓના અધિકારીઓ તેમજ કર્મચારીઓને તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે. બોટાદ જિલ્લામાં હોમ કોરન્ટાઇનનો ભંગ કરવા બદલ એફ.આર.આઇ. દાખલ કરાશે.

અન્ય સમાચારો પણ છે...