તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઇરસ:બોટાદ જિલ્લામાં આજે એક પણ પોઝિટિવ કેસ નહીં, 300 લોકોને ફેસીલીટી ક્વોરન્ટીન કરાયાં

બોટાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • 1103 વ્યક્તિઓના રિપોર્ટ નેગેટીવ આવ્યા

બોટાદ જિલ્લા માટે રાહતના સમાચાર 11 મે 2020ના રોજ જિલ્લામાંથી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.11-મે-2020 ની સ્થિતિએ 1174 વ્યક્તિઓ શંકાસ્પદ જણાતા કોરોનાના સેમ્પલ લઇ રિપોર્ટ માટે સર તખ્તસિંહજી હોસ્પિટલ ભાવનગર ખાતે મોકલી આપવામાં આવેલ છે.જે પૈકી 1103 ના રિપૉર્ટ નેગેટીવ આવેલ છે, જ્યારે 17 વ્યક્તિઓના રિપોર્ટ પેન્ડીંગ છે. હાલ જિલ્લામાં 55 કેસ પોઝિટીવ આવેલ છે તે પૈકી  એક મૃત્યુ પામેલ છે. અને 35 કોરોના પોઝિટિવ ડીસીગ્નેટેડ કોવીડ હોસ્પિટલ, સ્વામીનારાયણ અતિથી ભુવન, કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે સારવારમાં દાખલ છે. જ્યારે 20 પોઝિટિવ દર્દીઓને સારવાર દરમિયાન રિપોર્ટ નેગેટીવ આવતા આવતા રજા આપવામાં આવેલ છે. વધુમાં પોઝિટિવ કેસના દર્દીઓના કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી 261 કોન્ટેક્ટને હોમ કવોરેન્ટાઈન કરેલ છે. અને 300 વ્યક્તિઓને ફેસીલીટી કવોરેન્ટાઈન કરવામાં આવેલ છે. જો કે, હાલમાં 55 કેસો પોઝિટિવ છે, જે પૈકી 20 દર્દીઓનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમને રજા અપાઈ હતી અને આજે જિલ્લામાં એક કેસ ન થતાં ખુશીના સમાચાર છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો