તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઇરસ:બોટાદ જિલ્લામાં છેલ્લા 2 દિ’માં કોરોનાનો એક પણ કેસ નહીં

બોટાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 1192 વ્યક્તિઓ પૈકી1119 ના રિપોર્ટ નેગેટિવ આવ્યા

બોટાદ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં કોરોના નેા એક પણ કેસ નહીં નોંધાતા જિલ્લા પ્રશાસન અને આરોગ્ય વિભાગે  રાહતનો દમ લીધો છે. બોટાદ જિલ્લામાં  12 - મે -2020ની સ્થિતિએ બોટાદ જિલ્લામાં 1192 વ્યક્તિઓ શંકાસ્પદ જણાતા  કોરોનાના સેમ્પલ લઇ રીપોર્ટ માટે સર તખ્તસિંહજી હોસ્પિટલ ભાવનગર ખાતે મોકલી આપવામાં આવેલ છે.જે પૈકી 1119 ના રિપૉર્ટ નેગેટીવ આવેલ છે, જ્યારે 19 વ્યક્તિઓના રીપોર્ટ પેન્ડીંગ છે. બોટાદ જિલ્લામાં 55 કેસ પોઝિટિવ આવેલ છે.  તે પૈકી 1 આઘેડનું મોત થયેલ છે . જ્યારે 35 કોરોના પોઝિટિવ ડીસીગ્નેટેડ કોવીડ હોસ્પિટલ, શ્રી સ્વામીનારાયણ અતિથી ભુવન, કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે દાખલ છે. 12-મે-2020 સુધીમાં 20 પોઝીટીવ દર્દીઓની સારવાર બાદ દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવતા તેઓને કોવીડ હોસ્પિટલ ખાતેથી રજા આપવામાં આવેલ છે. અને 2 પોઝિટિવ દર્દીઓને વધુ સારવાર માટે સર તખ્તસિંહજી હોસ્પિટલ ભાવનગર ખાતે રીફર કરવામાં આવેલ હતા. જે પૈકી 1 ધાત્રી માતાને રજા આપવામાં આવેલ છે. તેમજ  પોઝિટિવ કેસના દર્દીઓના કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી 261 કોન્ટેક્ટને હોમ કવોરેન્ટાઈન કરેલ છે અને 438 વ્યક્તિઓને ફેસીલીટી કવોરેન્ટાઈન કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો