તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બોટાદ શહેરમાં કોરોનો વાઈરસનો ફેલાવો ન થાય અને શહેરના નાગરિકોનું આરોગ્ય ન જોખમાય તે માટે તકેદારીના પગલાં લેવાં બોટાદ શહેરમાં સફાઈલક્ષી કામગીરી કરાઈ હતી. શહેરના જુદા જુદા સ્થળો જેવા કે જિલ્લા સેવા સદન, તાલુકા સેવા સદન, નગરપાલિકા કચેરી, શેલ્ટર (ભગવાનપરા સ્કુલ શાળા), કવોરન્ટાઈન થયેલ એરિયા (વોરાવાડ) તથા ખોજાની વાડી,ભાવનગર રોડ(ચામુંડા પાર્ક), તુરખા રોડ-( જલારામનગર, રણછોડનગર,ગંગાજ્ળીઓ કુવો, મરચાની ખળી,ભદડાનો મઢ, શ્રીનાથપાર્ક), અલાના સ્કુલ, આદર્શ હોસ્ટેલ, મોડેલ સ્કુલ, દક્ષિણામૂર્તિ વિદ્યાલય, શંકરપરા પ્રા.શાળાને સેનેટાઈઝ કરાયા હતા.બોટાદ શહેરમાં મેઈન રસ્તાઓ, બોટાદ શહેર મેઈન રસ્તાઓ, ગામ વિસ્તાર, પરા વિસ્તાર, ભાવનગર રોડ, પાળીયાદ રોડ, ઢાંકણીયા રોડ, સ્ટેશનચોક, ટાવર રોડ, નાગલપર ગેટ, ખોજાની વાડી, વેજીટેબલ માર્કેટ, વરીયાદેવી મંદિર વિસ્તાર, જલમીન ટોકીઝ નેળ, અલાના સ્કુલ, તથા જાહેર મુતરડીઓની સફાઈ કરાઈ હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.