તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વાઇરસ:બોટાદ વોર્ડ નં- 9 વોરાવાડમાં વધુ 3 કોરોના પોઝિટિવ થયા, જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 55

બોટાદ 10 મહિનો પહેલા
 • કૉપી લિંક

બોટાદ શહેર માં કોરોના ના દિવસે દિવસે વધતા જતા કેસ એ ચિંતાનો વિષય છે. જ્યારે ત્રણ પોઝિટિવ દર્દીઓને રજા આપવામાં આવતા રાહતના સમાચાર10 મે 2020ના બોટાદ શહેરના કલસ્ટર વિસ્તાર વેારાવાડમાં એક 17, 24 વર્ષીય યુવાન અને  47 વર્ષીય પુરુષનો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવતા બોટાદ જિલ્લામાં 15 એપ્રિલ 2020થી 10 મે 2020 સુધીમાં બોટાદ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 55 પર પહોંચ્યો છે. જ્યારે આજે ત્રણ પોઝિટિવ કેસના દર્દીના સારવાર દરમિયાન રિપોર્ટ નેગેટીવ આવતા રજા આપવામાં આવી છે. બોટાદ જિલ્લામાંથી 10મેથી અત્યાર સુધીમાં 1166 વ્યક્તિઓ શંકાસ્પદ જણાતા કોરોનાના સેમ્પલ લઇ રીપોર્ટ માટે સર તખ્તસિંહજી હોસ્પિટલ ભાવનગર ખાતે મોકલી આપવામાં આવ્યા છે. જે પૈકી 1089ના રિપૉર્ટ નેગેટીવ આવ્યો છે અને 23 વ્યક્તિઓના રીપોર્ટ પેન્ડીંગ છે. કોરોના ગ્રામ્ય વિસ્તારમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે. ત્યારે કોરોનાનું સંક્રમણ અટકાવવા તંત્ર તમામ પ્રયાસો કરી રહ્યું છે. તેમ છતાં કેસમાં વધારો થતાં લોકોમાં પણ ભયનો માહોલ છવાયો છે. મોટાભાગે બહારથી આવેલા લોકોના કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. જેઓ વિસ્તારમાં ફરતા હોવાથી અન્ય લોકો પણ સંક્રમિત થાય છે. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો